જીજ્ઞેશ બારોટનાં માતાનું અવસાન; કલાકારે હાલ કોઈને બેસણાં માટે ના આવવા વિનંતી કરી!

0

દેશમાં હાલ કોરોના વાઇરસના કહેરને લીધે ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, આ વખતમાં પ્રખ્યાત ગુજરાતી લોકગાયક જીજ્ઞેશ બારોટના ચાહકો માટે દુ:ખદ સમાચાર આવ્યા છે. જીજ્ઞેશ બારોટના માતાશ્રી સરલાબેનનું ૨૪ માર્ચના રોજ અવસાન થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Jignesh Barot (@jigneshbarotofficial) on

જીજ્ઞેશ બારોટે વીડિઓ મૂકી આપી માહિતી:
જીજ્ઞેશ બારોટના માતૃશ્રી સરલાબેન હસમુખલાલ બારોટનું ૨૪ માર્ચના રોજ અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર પણ મોટા પ્રમાણમાં લોકોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. બાદમાં જીજ્ઞેશ બારોટ દ્વારા સોશિયલ મીડિયા પર વીડિઓ મૂકીને આ દુ:ખદ સમાચાર જણાવવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jignesh Barot (@jigneshbarotofficial) on

કોઈએ હાલ બેસણામાં આવવું નહી!:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે અને ઘરની ‘લક્ષ્મણરેખા’ ઓળંગવાની ના પાડી છે. આને પગલે ગુજરાત સરકાર પણ સાવચેતીનાં બધાં જ પગલાંઓ ભરી રહી છે. આ પરિસ્થિતીમાં લોકગાયક જીજ્ઞેશ બારોટ દ્વારા એક વીડિઓનાં માધ્યમથી પ્રશંસનીય વાત મૂકવામાં આવી કે, તેમના માતૃશ્રીનાં બેસણાં માટે હાલ કોઈએ આવવું નહી! વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે દેશભરમાં પરિસ્થિતી કાબૂમાં આવશે અને લોકડાઉન હટાવી લેવાશે એ પછી આપણે માતાશ્રીને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ ગોઠવીશું. ઉલ્લેખનીય છે, કે જીજ્ઞેશ બારોટનું નિવાસસ્થાન મહેસાણાનાં ખેરાલુમાં છે.

॥ૐ શાંતિ ૐ॥
Author: કૌશલ બારડ: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.