શું જીગ્નેશ બારોટને નડ્યો અકસ્માત? ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે ગાયક? જાણો શું છે હકીકત.. કવિરાજે લાઈવ થઈને કરી ચોખવટ

જીગ્નેશ કવિરાજના અકસ્માતમાં નિધન થયું હોવાની લોકોએ ફેલાવી અફવા.. લાઈવ આવીને કરવી પડી ચોખવટ.. જુઓ વીડિયોમાં શું કહ્યું કવિરાજે…

ગુજરાતમાં ઘણા બધા ગાયકો છે જેમને લોકો ખુબ જ પ્રેમ કરે છે અને તેમના ગીતોને પણ ખુબ જ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત તેમના સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખતા હોય છે. ત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઘણા લોકો  સેલેબ્સ અને કલાકારો વિશેની ખોટી અફવાઓ ફેલાવતા હોય છે અને આવી અફવાઓની હકીકત તપાસ્યા વિના જ લોકો તેને ઝડપથી વાયરલ પણ કરી દેતા હોય છે.

હાલ એવી જ એક અફવા જીગ્નેશ કવિરાજને લઈને ફેલાઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જીગ્નેશ બારોટને શૂટિંગ દરમિયાન જ એક અકસ્માત નડ્યો છે અને ગાયક ગંભીર રીતે ઘાયલ પણ થઇ ગયા છે. ત્યારે હવે આ વાતને અફવા સાબિત કરવા માટે જીગ્નેશ કવિરાજને તેમને સોશિયલ મીડિયામાં લાઈવ આવવું પડ્યું અને આ અકસ્માત એક અફવા છે તેમ જણાવ્યું.

જીગ્નેશ કવિરાજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, “જય માતાજી મિત્રો… કાલે સવારથી મારી જે અફવા ફેલાવે છે કે ચાલુ શૂટિંગની અંદર અકસ્માત થયો મારો, મને કાંઈ જ થયું નથી તમારા બધાના આશીર્વાદથી. હું અત્યારે હાલ શૂટિંગમાં છું. મારુ શૂટિંગ  હાલોલ-કાલોલ બાજુ થઇ રહ્યુ છે. શૂટિંગનું નામ છે “દિલનું માનશું તો દુનીયા નડશે”.

તે આગળ કહે છે કે “હું શૂટિંગમાં છું અને જે જગ્યાએ મારા સોન્ગનું શૂટ ચાલતું હતું અને શૂટમાં ત્યાં કોઈ ટાવર આવતા નહોતા. કારણ કે ડુંગરામાં શૂટિંગ ચાલતું હતું. પરંતુ આ સવારથી જે અફવા ફેલાઈ રહી છે. ભગવાન જેને પણ અફવા ફેલાવી છે તેને પણ સદબુદ્ધિ આપે અને જેનો અકસ્માત થયો છે અને જે ભાઈ ગુજરી ગયા છે. એની પણ આત્માને ભગવાન શાંતિ આપે.”

 

View this post on Instagram

 

A post shared by Jignesh Barot (@jigneshbarotofficial)

જીગ્નેશ કવિરાજે કહ્યું કે, “હું સાજો સમો છું. પણ આજ સવારથી જે મારા ચાહકો, તમામ કલાકારો, જેટલા સંગીતના મિત્રો છે એ બધાએ મારી ખુબ જ ચિંતા કરી, એમનો પણ ખુબ ખુબ આભાર માનું છું.” આ ઉપરાંત એમ પણ કહ્યું કે કોઈ ચિંતા કરતા નહિ હું હેમખેમ છું.” ત્યારે જીગ્નેશ કવિરાજની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે કોઈએ તેમના અકસ્માતની ખોટી અફવા ફેલાવીને વાયરલ કરી દીધી હતી.

Niraj Patel