“માટલા ઉપર માટલું” ગીત ગાઈને જેને આખા ગુજરાતને ઘેલું લગાડ્યું એવા ગાયક જીગર ઠાકોરના પિતાનું અકાળે થયું નિધન, જીગરના માથે તૂટ્યો દુઃખોનો પહાડ

“ચાંદ જૈસા મુખડા” ગીતથી આખા દેશમાં નામ મેળવનારા જીગર ઠાકોરના પિતાનું અકાળે નિધન, નાની ઉંમરમાં ગુમાવી પિતાની છત્રછાયા

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર આવવાનો સિલસિલો ચાલુ જ છે.  બોલીવુડની જેમ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાંથી પણ હાલ એક દુઃખદ ખબર સામે આવી છે, જેને જાણીને ચાહકોને પણ આઘાત લાગ્યો છે. 8 વર્ષની ઉંમરે પોતાની ગાયિકી શરૂ કરનારા જીગર ઠાકોરના પિતાનું અકાળે અવસાન થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જીગરના પિતાનું 5 ડીસેમબરના રોજ અવસાન થઈ હતું.

જીગર ઠાકોર ખુબ જ નાની ઉંમરમાં ખુબ જ મોટું નામ બનાવી લીધું હતું. ગાયક દેવ પગલી સાથે ગયેલા તેના બે ગીતો તો ખુબ જ લોકપ્રિય બની ગયા છે જેમાં “માટલા પર માટલું” આખા ગુજરાતમાં લોકપ્રિય બન્યું અને તેના બાદ “ચાંદ જેસા મુખડા” ગીતે તો દેશભરમાં એક રેકોર્ડ બનાવી દીધો હતો અને આ ગીતો દ્વારા જીગર ઠાકોરને એક નવી ઓળખ પણ મળી હતી.

ત્યારે વાત કરીએ જીગરના પિતાની તો તેના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. સોરાબજીને પણ ગાયક બનવું હતું, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે તે ગાયક બની ના શક્યા, પરંતુ તેમની આ સપનું તેમને દીકરા દ્વારા પૂર્ણ કર્યું. જીગર પણ તેના પિતાની ખુબ જ નજીક હતો અને પિતાના નિધનના કારણે તેની માથે પણ દુઃખોનો પહાડ તૂટી ગયો છે.

જીગર ઠાકોર મૂળ બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામ મડાણાનો વતની છે, તેના એક ભાઈ અને બહેન છે. જિગરે થળોએ સમય પહેલા જ નાની ઉંમરમાં પોતાની મહેનતથી એક શાનદાર કાર પણ ખરીદી હતી. માટલા પર માટલું અને ચાંદ જેસા મુખડા ગીતે જીગરને ખુબ જ મોટી લોકપ્રિયતા અપાવી હતી. જિગરની આ સફળતાથી તેના પિતા પણ ખુબ જ ખુશ હતા, પરંતુ જીગરની આગળની સફર જોવા માટે આજે તે હયાત નથી.

Niraj Patel