ભારતના યુવકના પ્રેમમાં પાગલ સાઉદી છોકરી ભાગીને આવી ગઇ હિન્દુસ્તાન…જાણો કપલની લવ સ્ટોરી

ભારતીય પુરુષના પ્રેમમાં પાગલ થયેલી ગલ્ફ કન્ટ્રી સઉદી અરબથી રૂપસુંદરી, હિન્દુસ્તાન ભાગીને આવી ગઈ- જુઓ તસવીરો

કહેવાય છે ને કે પ્રેમમાં માણસ શું નથી કરતો. ઠીક એવી જ હેરાન કરી દેવાવાળી લવ સ્ટોરી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ખાસ વાત એ છે કે આ કપલમાં છોકરો ઇન્ડિયાનો અને છોકરી વિદેશી છે. પોતાના પ્રેમ માટે છોકરીએ પોતાનો દેશ છોડી દીધો અને હિન્દુસ્તાન આવી ગઇ. રીપોર્ટ્સનું માનીએ તો આ કપલ જલ્દી જ લગ્ન કરી શકે છે. ઘણીવાર તમે સાંભળ્યુ હશે કે સાઉદીના શેખ હિંદુસ્તાનની છોકરી સાથે લગ્ન કરે છે અને પછી તેને પોતાની સાથે લઇ જાય છે.

પણ આ મામલો એવો છે જેમાં ભારતનો એક છોકરો સાઉદીની શેખા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. યૂટયૂબ પર સલામ ટીવી ઇન્ડિયાએ આ કપલની સ્ટોરીને શેર કરી છે. રીપોર્ટ અનુસાર, યુવકનું નામ Jian Azmir અને યુવતિનું નામ Atheer Al Amriyah છે. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઇ અને પછી બંને વચ્ચે નજીકતા વધી. તે બાદ યુવતિ તેના પ્રેમને મળવા ભારત આવી અને આ મંજર કોઇએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો.

જે બાદ આ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. Jian Azmir કેરળનો રહેવાસી છે અને Atheer Al Amriyah સાઉદી અરબની છે. જિયાનનું કહેવુ છે કે સૌથી પહેલા અથીરે તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કર્યો હતો. પહેલા તેનું એકાઉન્ટ પૂરુ બ્લેન્ક હતુ. પ્રોફાઇલમાં ડીપી પણ નહોતું. તેનું નામ પણ ઘણુ રેયર હતું. ત્યારે મને ખબર નહોતી કે આ છોકરો છે કે છોકરી.

પછી ધીરે ધીરે વાતો થઇ અને અમે એકબીજાના કોન્ટેક્ટ એક્સચેન્જ કર્યા. અથીરે જણાવ્યુ કે જિયાન સાથે તેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી અને પછી બંને ચેટિંગ કરવા લાગ્યા. જ્યારે તે પહેલીવાર જિયાનને મળવા આવી ત્યારે તેની ખુશીનું ઠેકાણુ નહોતુ. તે કહે છે કે હું તેને શબ્દોમાં વ્યક્ત ના કરી શકું. અથીર કહે છે અમે લગ્ન કરવા માગીએ છીએ પણ આ ક્યારે થશે તે નહિ જણાવી શકીએ.

મને વિશ્વાસ છે કે મારો પરિવાર મારો સપોર્ટ કરશે. બધા સમય પર બધી વસ્તુ થઇ જશે. તેણે કહ્યુ કે વાતચીત દરમિયાન મને અહેસાસ થયો કે જિયાનમાં કંઇક સ્પેશિયલ વાત જરૂર છે, જેટલી અમારી વાતો થવા લાગી એટલા જ અમે એકબીજાને સમજવા લાગ્યા. અમે એક બીજાના કલ્ચરને પણ પસંદ કરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Jian Azmir (@jianazmir)

Shah Jina