દેશની રાજધાની દિલ્લીના નોએડામાંથી ખુબ જ સનસની ભરેલો મામલો સામે આવ્યો છે. જ્યા બહેનના નવજાત દીકરાની દેખભાળ માટે આવેલી બહેન સાથે જીજાજીએ બળાત્કાર ગુજાર્યો હતો, અને આ મામલામાં સાળી દ્વારા એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. મળેલી જાણકારીના આધારે સિદ્ધપુર ગામનો નિવાસી અમિત રાણાના લગ્ન 2017માં બુલંદર શહેરની યુવતી સાથે થયા હતા.(સમગ્ર તસવીરો પ્રતીકાત્મક છે).
મહિલાની બહેનનું અહીં ખુબ આવવા-જવાનું થતું રહેતું હતું.વર્ષ 2019માં બહેનને ત્યાં દીકરાનો જન્મ થયો હતો માટે નવજાત બાળકની દેખભાળ માટે પીડિતા બહેનના ઘરે સિદ્ધપુર રહેવા માટે આવી હતી, આ સમય દરમિયાન જીજાજીની દાનત બગડી ગઈ હતી અને તેના પર ખરાબ નજરથી જોવા લાગ્યો અને અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.
પીડીતાના આધારે જીજાજી તેને ઊંઘમાં નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો, જેથી કોઈને પણ ઘટનાની જાણ ન થઇ શકે. આ સિવાય તે તેનો અશ્લીલ વિડીયો પણ બનાવતો હતો અને બાદમાં તેને બ્લેકમેલ કરતો હતો અને કોઈને પણ આ વાત ન કહેવાની ધમકી આપતો હતો અને દુષ્કર્મ કરતો રહેતો હતો.
પીડીતાએ કહ્યું કે તેની માનું નિધન પહેલાથી જ થઇ ચૂક્યું છે માટે તે પોતાની આ સમસ્યા કોઈને પણ કહી શકે તેમ ન હતી.એવામાં પીડિતાના ભાઈના લગ્ન થવા પર તેણે પોતાની બહેનને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, અને પોલીસમાં એફઆઇર દર્જ કરવામાં આવી હતી. બીજી તરફ અમિત રાણા ફરાફ થઇ ચુક્યો છે માટે પોલીસ ઘટનાની તપાસ કરીને અમિતની શોધખોળ કરી રહી છે.