સુરજ સાથે લફડું હતું, 10 વર્ષ પહેલા જીયા ખાન લટકી ગઈ, 6 પન્નાની સ્યુસાઇડ નોટ લખેલી, આજે ચુકાદો આવશે

બળાત્કાર થયો હતો મારી સાથે…જતા જતા અમિતાભ બચ્ચન સાથે કામ કરનાર હિરોઈન 6 પેજની સુસાઇડ નોટ છોડી ગઇ – જાણો વિગત

બોલિવુડની દિવંગત અભિનેત્રી જીયા ખાનનો હાલમાં જ 20 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ હતો. જીયાએ ખૂબ જ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. અભિનેત્રીની અચાનક મોતે પૂરા દેશને હેરાન કરી દીધા હતા. આજે પણ જીયાની મોતની ગુથ્થી ઉલજાયેલી છે. પરંતુ જયારે પણ મોતનો ઉલ્લેખ થાય છે ત્યારે લોકોનું દિલ કંપી ઉઠે છે.

જીયા જતા-જતા એક અંતિમ નોટ છોડી ગઇ હતી. જેમાં પ્રેમ, બેવફાઇ અને દર્દનો ઉલ્લેખ તેણે કર્યો હતો. તેણે પોતાની અંતિમ નોટમાં ભલે કોઇનું નામ ન લખ્યુ હોય પરંતુ આપઘાત પાછળનું કારણ જરૂર જણાવ્યુ હતુ. જિયા ખાનનો જન્મ 20 ફેબ્રુઆરી 1988ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેની માતાનું નામ રાબિયા અને પિતાનું નામ અલી રિઝવી ખાન છે.

જિયાનું સાચું નામ નફીસા અલી ખાન હતું. જિયા જ્યારે માત્ર 2 વર્ષની હતી ત્યારે તેના પિતાએ તેને તેની માતાથી અલગ કરીને ઘર છોડી દીધું હતું. તેની માતા રાબિયા પણ અભિનેત્રી રહી ચુકી છે. આટલું જ નહીં તેની ફોઇ સંગીતા (પરવીન રિઝવી) પણ એક અભિનેત્રી હતી. જિયા ખાનને ફિલ્મ ‘તુમસા નહીં દેખા’થી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો, પરંતુ કેટલાક કારણોસર તે કામ ન થઈ શક્યું.

આ પછી તેણે ‘નિશબ્દ’ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂક્યો.આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન હતા. તે પછી તે આમિર ખાનની ‘ગજની’ અને ‘હાઉસફુલ’માં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. જિયા ખાનની લવ લાઈફ માટે કહેવાય છે કે જ્યારે જિયા ખાન તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તે આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજ પંચોલીને મળી હતી. જ્યારે સૂરજ પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો

ત્યારે જિયા જાણીતું નામ બની ચૂકી હતી. બંનેની મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયો. જિયા અને સૂરજના સંબંધોમાં તિરાડ પડી હતી. 3 જૂન, 2013ના રોજ પણ જિયાના મોત પહેલા સૂરજ સાથે વાત કરી હતી. સીબીઆઈની ચાર્જશીટ મુજબ, આત્મહત્યાના દિવસે જીયાએ સૂરજને ઘણી વખત મેસેજ કર્યો હતો, પરંતુ સૂરજે કોઈ મેસેજનો જવાબ આપ્યો ન હતો.

મોત પહેલા જીયાએ લગભગ 6 પેજની સુસાઈડ નોટ લખી હતી. જિયાની આ નોટમાં લખ્યું હતુ કે, ‘મને ખબર નથી કે તને આ કેવી રીતે કહું. પરંતુ, હવે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. આ બધું જાહેર કરવાનો સમય છે. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો તેનો અર્થ છે કે મેં આ દુનિયા છોડી દીધી છે. હું અંદરથી તૂટી ગઇ છું.

કદાચ તને આ વાતની જાણ નહીં હોય, પણ તારી મારા પર એવી અસર થઈ કે હું તારા પ્રેમમાં પડવા લાગી. પરંતુ, તમે મને ભૂલી ગયા છો, મને ગુમાવી છે.” તમે મને રોજબરોજ ત્રાસ આપ્યો, મને દુઃખ આપ્યું. હવે હું મારા જીવનમાં પ્રકાશનું કોઈ કિરણ જોઈ શકતી નથી. જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમને પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી.

એવા દિવસો હતા જ્યારે હું મારું ભવિષ્ય જોતી હતી, તમારી સાથે… એક આશા હતી કે આપણે ક્યારેક સાથે હોઈશું, પણ તેં મારી બધી આશાઓ તોડી નાખી છે. હવે લાગે છે કે હું અંદરથી મરી ગઇ છું. પરંતુ, મને તમારી વેબફાઇ મળી છે. હું તમારા માટે ગિફ્ટ્સ લાવતી, મને ગર્ભવતી થવાનો ડર હતો, છતાં મેં મારું સર્વસ્વ તને આપી દીધું. પરંતુ તેના બદલે તમે મને મુશ્કેલી આપી. મને સંપૂર્ણપણે મારી નાખી. મારી આત્માનો નાશ કર્યો.’ જીયા ખાને તેની આ નોટમાં વેદના, બળાત્કાર, અત્યાચાર અને ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જીયાએ લખ્યુ- વેલેન્ટાઈન ડે પર પણ તું મારાથી દૂર રહ્યો. તે વચન આપ્યું હતું કે અફેરનું એક વર્ષ પૂરું થતાં જ તારી સગાઈ મારી સાથે થઈ જશે. પણ ના, જીવનમાં તારે ફક્ત પાર્ટી અને સ્ત્રીઓ જોઈએ છે, તારે ફક્ત લોભી હેતુઓ પૂરા કરવા છે. મને જીવનમાં એક જ વસ્તુ જોઈતી હતી અને તે તું… પણ તે મારી બધી ખુશીઓ છીનવી લીધી. મેં કોઈ સ્વાર્થ વગર તારા પર પૈસા ખર્ચ્યા. જ્યારે હું તારા માટે રડી ત્યારે તારા ચહેરા પર કોઈ શિકન ન હતી. આ બધા પછી, મારા માટે આ દુનિયામાં રહેવાનું કોઈ કારણ નથી. હું ઇચ્છું છું કે તમે મને જે રીતે પ્રેમ કરો છો તે રીતે હું તમારી સાથે કરું છું. મેં અમારા ભવિષ્યનું સપનું જોયું હતું, તમારી સફળતાનું સપનું જોયું હતું.

પરંતુ હવે હું આ સ્થાન છોડી રહી છું અને મારી પાસે માત્ર તૂટેલા સપના અને ખોટા વચનો છે. મારે હવે સૂવું છે. એવી ઊંઘ કે જેમાંથી ક્યારેય જાગવું નથી. મારી પાસે બધું હતું, પણ હવે મારી પાસે કંઈ નથી. તમારી સાથે હતી, તો પણ એકલી હતી. તમે મને એકલી કરી દીધી. હું આવી ન હતી. મારી અંદર ઘણું બધું હતું.આ ઉપરાંત પણ જીયા ખાને તેની 6 પાનાની નોટમાં બળાત્કાર અને ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. જીયાએ 6 પેજમાં પોતાની દર્દની કહાની શેર કરી હતી, જેમાં તેણે ગર્ભપાતના મુશ્કેલ નિર્ણયથી લઈને હુમલાનો ભોગ બનવા અને બળાત્કારનો ભોગ બનવા સુધી, બોયફ્રેન્ડને સંબોધિત કરતી વખતે ઘણી વાતો લખી હતી.

Shah Jina