“બેશર્મ રંગ” બાદ રિલીઝ થયું “ઝૂમે જો પઠાણ”, 57 વર્ષનો શાહરુખ 36 વર્ષની દીપિકા જોડે કરવા લાગ્યો જોરદાર રોમાન્સ

બોલીવુડના કિંગ એવા શાહરુખ ખાનનું ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલું છે, તેની ફિલ્મોને લઈને પણ ચાહકોમાં જબરદસ્ત કેઝ જોવા મળતો હોય છે, પરંતુ હાલ તેની આવી રહેલી ફિલ્મ “પઠાણ”ને લઈને માહોલ ગરમ પણ થયેલો જોવા મળી રહ્યો છે. ફિલ્મનું એક ગીત પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું “બેશર્મ રંગ”. જેમાં દીપિકાના ભગવા કપડાંને લઈને વિવાદ છેડાયો હતો. ત્યારે હવે આ ફિલ્મનું વધુ એક ગીત રિલીઝ થયું છે “ઝૂમે જો પઠાણ”.

આ ગીતમાં શાહરુખ ખાન સાથે દીપિકા જોવા મળી રહી છે. સાથે જ આ ગીતમાં શાહરુખ ખાન શર્ટલેસ થઈને જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં અરિજિત સિંહે પોતાના અવાજની જાદુ વિખેર્યો છે. આ ગીતમાં શાહરુખ ખાન ખુબ જ કુલ નજર આવી રહ્યો છે તો દીપિકાનો લુક પણ ખુબ જ શાનદાર દેખાઈ રહ્યો છે. ત્યારે આ ગીત હવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ ટ્રેંડમાં ચાલી રહ્યું છે. ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

‘ઝૂમ જો પઠાણ’ ગીત ફિલ્મનું ટાઈટલ સોંગ હોવાનું કહેવાય છે. બોલિવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહે પોતાના જાદુઈ અવાજમાં આ શાનદાર ગીત ગાયું છે. બીજી તરફ સુકૃતિ કક્કરે પણ પોતાની ગાયકીથી આ ગીતમાં પ્રાણ પૂર્યા છે. આટલું જ નહીં, પ્રખ્યાત સંગીતકારો વિશાલ દદલાની અને શેખરની જોડીએ ઝૂમે જો પઠાણની રચના કરી છે. પઠાણના આ નવા ગીતે રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

આ ગીતમાં તમે શાહરૂખ ખાનને લાંબા સમય પછી સ્ક્રીન પર ફુલ ફોર્મમાં ઝૂમતો જોશો. બોલિવૂડ દિવા દીપિકા પાદુકોણ આ ગીતમાં શાહરૂખ ખાન સાથે તાલ મિલાવી રહી છે. શાહરૂખ અને દીપિકાનું ગીત ઝૂમે જો પઠાણ તમને પણ ડાન્સ કરવા માટે મજબુર કરી દેશે. કિંગ ખાનને લાંબા વાળમાં ડાન્સ કરતો જોવો, કિલર સ્વેગ કોઈ ટ્રીટથી ઓછો નથી. શાહરૂખ અને દીપિકાની જોરદાર કેમેસ્ટ્રી ગીતનો પ્લસ પોઈન્ટ છે. આ ગીત પાર્ટી સીઝન માટે એકદમ પરફેક્ટ છે.

Niraj Patel