શ્રદ્ધા કરતા પણ વધુ ખતરનાક હત્યાકાંડ : પત્નીની અંસારીએ કર્યા 50 ટુકડા અને પછી ફેકી દીધા, એક કૂતરાને માનવ માંસનો ટુકડો ખાતા જોતા મામલો આવ્યો સામે

દિલ્હીના ‘શ્રદ્ધા વાલકર હત્યાકાંડ’ કરતા પણ વધારે ખૌફનાક માામલો ઝારખંડના સાહિબગંજમાંથી સામે આવ્યો છે. જ્યાં રૂબિકા નામની યુવતિની ભયાનક હત્યાએ લોકોને ચોંકાવી દીધા છે. આદિવાસી યુવતી રૂબીકાની હત્યા કર્યા બાદ લાશના 50થી વધુ ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધી મૃતદેહના માત્ર 12 ટુકડા જ મળ્યા છે. પોલીસ તપાસમાં હત્યારાનું નામ દિલદાર અંસારી સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.

દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસ જેવી ઘટના સાહિબગંજ જિલ્લાના બોરિયો પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. બોરીયો સાંથલીમાં નિર્માણાધીન આંગણવાડી કેન્દ્રની પાછળના ભાગેથી શનિવારે મોડી સાંજે માનવ પગનો ટુકડો મળી આવતાં પોલીસ એક્શનમાં આવી હતી. તપાસ દરમિયાન નજીકના એક બંધ મકાનમાંથી બોરામાં રાખેલા માંસનો ટુકડો મળી આવ્યો હતો. માહિતી મળતાં જ એસપી અનુરંજન કિસ્પોટ્ટા રાત્રે જ ફોર્સ સાથે બોરિયો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે યુવતિની હત્યા કર્યા બાદ પુરાવા છુપાવવા માટે તેના મૃતદેહના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારીએ રાત્રે જ દુમકાથી સ્નિફર ડોગ બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રુબિકા સાથે બે વર્ષથી રહેતા દિલદાર અન્સારીએ આ હત્યાને અંજામ આપ્યો છે. આ ઘટનામાં અન્ય લોકો પણ સામેલ છે. તપાસ બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. પોલીસ તેમને ગુપ્ત સ્થળે રાખીને પૂછપરછ કરી રહી છે.મનુષ્યના અંગોની તપાસ માટે જિલ્લા મથકેથી ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા છે. ત્યાં માંસના તમામ ટુકડાઓ પેક કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે બોરિયો સંથાલી પંચાયતના વડાના પુત્રએ શનિવારે મોડી સાંજે સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી કે નિર્માણાધીન આંગણવાડી કેન્દ્ર પાસે માનવ અંગ મળી આવ્યા હતા. તે ટુકડા પાસે શ્વાન હતા. આ પછી પોલીસ એક્શનમાં આવી ગઈ. માહિતી મળતા જ પોલિસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને મામલાની તપાસ શરૂ કરી. આ પછી કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. દિલદાર અંસારીએ લગભગ દોઢ મહિના પહેલા રૂબિકા સાથે બીજા લગ્ન કર્યા હતા.

તસવીર સૌજન્ય : આજ તક

આ કપલ 2 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. એટલું જ નહીં બે દિવસ પહેલા દિલદારે બોરિયો પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ડીઆઈજીએ જણાવ્યું કે આ ઘટનામાં પતિ સહિત ઘણા લોકોનો હાથ છે. પોલીસને આશંકા છે કે હત્યા બાદ લાશના 50થી વધુ ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 12 નંગ કબજે કર્યા છે. હાલમાં ગામમાં શાંતિ ભંગ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પત્નીની ઘાતકી હત્યાના સંબંધમાં પોલીસે 17 ડિસેમ્બર શનિવારે દિલદાર અંસારીની ધરપકડ કરી હતી.

Shah Jina