ખબર

મુખ્યમંત્રીએ કરી જાહેરાત: 31 જુલાઈ સુધી લોકડાઉન લંબાઈ ગયું, જાણો વિગત

કોરોનાના વાયરસનો ખૌફ દિવસે-દિવસે વધતો જાય છે. ભારતમાં કોરોનાના આંકડો 509,446 પહોંચી ગયો છે. હાલ દેશમાં અનલોક-1 ચાલી રહ્યું છે. આ વચ્ચે અમુક રાજ્ય દ્વારા લોકડાઉન કરવામાં આવી રહ્યા છે.

Image source

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા ઝારખંડ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે લૉકડાઉનનો સમયગાળો વધારીને 31 જૂલાઇ સુધી કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી ખૂદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આપી હતી.


સોરેને ટ્વિટમાં લખ્યું હતું કે કોરોના સાથેના સંઘર્ષમાં આપ સૌના સમર્થનથી આપણને અત્યાર સુધીની અપેક્ષિત સફળતા મળી છે, પરંતુ સંઘર્ષ હજી ચાલુ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્ય સરકારે લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તારીખ 22 માર્ચે લોકડાઉન લાગુ કર્યા બાદ સમયાંતરે લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ ચાલુ રહેશે.

Image source

આ હેઠળ હવે ત્યાં હાલ ધાર્મિક સ્થળો નહીં ખુલે, સામાજિક, રાજનૈતિક, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારોહ અથવા મેળા અને મોટા કાર્યક્રમોનું આયોજન નહીં થાય. શાળા, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, પાર્ક, થિયેટર, સભાગૃહ સહિત અન્ય સ્થાન બંધ રહેશે. શોપિંગ મોલ, હોટેલ, લોજ, ધર્મશાળા અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સલૂન અને સ્પા પણ બંધ રહેશે.

Image source

આપને જણાવી દઈએ કે ઝારખંડમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2262 દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓમાંથી 1605 દર્દીઓ કોરોનાને નાથવામાં સફળ રહ્યા છે, જ્યારે 12 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં 645 સક્રિય કેસ છે.

અસમનાં ગુવાહાટીમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન 12 જુલાઈ સુધી રહેશે. રાજ્ય સરકારે રવિવારની મધ્યરાત્રીથી આખા શહેરને સંપૂર્ણ લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.