લદ્દાખની ગલવાન ઘાટિયમાં થયેલી ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના ઘણા જવાનો શહીદ થઇ ગયા તેમાં બે જવાન ઝારખંડના પણ હતા. તેમાંથી એક જવાન બહરગોડા બ્લોકના કોસાફળિયા નિવાસી ગણેશ હાંસદાના પણ શહીદ થવાની સૂચના મળી, ગણેશની ઉંમર માત્ર 23 વર્ષની જ હતી.

શહીદ ગણેશના પરિવારના જણાવ્યા અનુસાર તેના શહીદ થવાના સમાચાર મંગળવારની રાત્રે તેમને ફોન કરીને આપવામાં આવી હતી.ગણેશના ભાઈ દિનેશના જણાવ્યા અનુસાર ગણેશની છેલ્લીવાર વાત પરિવાર સાથે 2 અઠવાડિયા પહેલા થઇ હતી અને પોતે સલામત છે તેવું પણ જણાવ્યું હતું.

શહીદ ગણેશ બે વર્ષ પહેલા જ ભારતીય સેનામાં જોડાયા હતા. તેના હજુ લગ્ન પણ થયા નહોતા। એવું પણ જાણવા મળી રહ્યું છે કે શહીદ ગણેશના પરિવારજનો ગણેશના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. તેના માટે છોકરી શોધવાનું કામ પણ ચાલી રહ્યું હતું. ગણેશની માતા તેના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે જેના લગ્ન માટેની તૈયારીઓ ચાલી રહી છે તે દેશ માટે પોતાનો જીવ કુરબાન કરી દેશે.

શહીદ ગણેશની શહાદત ઉપર મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા કહેવામાં આવ્યી છે કે ભારત ચીન સીમમાં હિંસક ગતિરોધ દરમિયાન બીજીવાર એક ઝારખંડી શેર ગણેશ હાંસદા શહીદ થવાના સંચાર સાંભળીને મન વ્યાકુળ બની ગયું છે. કાલે પણ ઝારખંડી વીર કુંદનના શહીદ થવાના સમાચાર આવ્યા હતા. દેશની સંપ્રભુતાની રક્ષામાં વીર ઝારખંડી સપૂતોનું બલિદાન સળિયો સુધી યાદ રાખવામાં આવશે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના !! તેમના બલિદાનને અમે હંમેશા યાદ રાખીશું !! જય હિન્દ !! ૐ શાંતિ !!!
Author: GujjuRocks Team