તુનિષા શર્મા બાદ વધુ એક અભિનેત્રીનું મોત ! આલિયાના નામથી ફેમસ અભિનેત્રીની ગોળી મારી કરવામાં આવી હત્યા

ટીવી અભિનેત્રી તુનીષા શર્માના નિધન બાદ વધુ એક લોકપ્રિય અભિનેત્રી રિયા કુમારીના નિધનથી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ઝારખંડની પ્રાદેશિક સિનેમાની શ્રેષ્ઠ નાયિકા રિયા કુમારીની 28 ડિસેમ્બર 2022ના રોજ પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રિયા ઝારખંડની લોક સિરિયલ ‘વહ ચલચિત્ર’માં મહત્વની ભૂમિકા ભજવી રહી હતી. દિવંગત અભિનેત્રી રિયા કુમારીના નિધનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીના ચાહકો તેના અચાનક જવાથી શોકમાં છે.

તમને જણાવી દઈએ કે રિયાને પ્રાદેશિક સિનેમામાં ‘ઈશા આલિયા’ના નામથી ઓળખવામાં આવે છે. તે ફિલ્મી દુનિયામાં આ નામથી ઓળખાય છે. અભિનેત્રી ઝારખંડમાં ઈશા આલિયાના નામ પર ખોરઠા અને પ્રાદેશિક ભાષાઓના આલ્બમમાં કામ કરતી હતી. રિપોર્ટ્સ અનુસાર 22 વર્ષની નાની ઉંમરે રિયાએ ઝારખંડ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી હતી. અભિનેત્રી તેના સુંદર નૃત્ય કૌશલ્યને કારણે ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત હતી.

લોકલ ટીવી સીરિયલ્સ સિવાય રિયાના મ્યુઝિક વીડિયોને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવતા હતા. યુટ્યુબ પર તેના ડાન્સના ચાહકો દિવાના હતા. અભિનેત્રીના આકસ્મિક મોતથી પરિવારના લોકો અને સિનેમાને આઘાત લાગ્યો છે. ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર રિયા કુમારી 28 ડિસેમ્બર 2022ના રોજ પોતાના પતિ અને પુત્રી સાથે કારમાં કોલકાતા જઈ રહી હતી. અહીં હાવડામાં કેટલાક બદમાશોએ તેમના પર હુમલો કર્યો અને લૂંટફાટ શરૂ કરી દીધી.

આ દરમિયાન જ્યારે રિયાના પતિ અને પુત્રી પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે તેણે બદમાશોનો સામનો કર્યો અને તેમને છોડી દેવાની જીદ કરી. ત્યારબાદ એક બદમાશે અભિનેત્રીની કાનપટ્ટી પર બંદૂક મૂકીને ગોળીબાર કર્યો. જેને કારણે અભિનેત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારે આ મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલે જે નવી માહિતી સામે આવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે રિયા કુમારીને પોઈન્ટ ઝીરો રેન્જથી ગોળી મારવાની ઘટનામાં તેનો પતિ પ્રકાશ સિંહ સામેલ છે. પોલીસે પ્રકાશની ધરપકડ કરી છે.

રિયા કુમારીના પરિવારે પ્રકાશ, તેની પૂર્વ પત્ની અને બે ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં રિયાને માનસિક ત્રાસ આપવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. હત્યાના સમાચાર મળ્યા બાદ રિયાના પરિવારજનોએ પ્રકાશ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે રિયા સાથે ખરાબ વર્તન કરતો હતો. પ્રકાશ રિયાને હેરાન કરતો હતો. તે ઘણી વખત પુત્રી પર હાથ ઉપાડતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેણે જ અમારી દીકરીની હત્યા કરી છે.

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના બગનનમાં મહિશ્રેખા પુલ પાસે બુધવારે રિયા કુમારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રિયા કુમારી ઝારખંડની પ્રખ્યાત અભિનેત્રી હતી. પતિ પ્રકાશે પોલીસને જાણ કરી હતી કે તે તેની પત્ની અને 2 વર્ષની બાળકી સાથે કારમાં કોલકાતા જઈ રહ્યો હતો. ત્યારે કેટલાક લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો અને મને તેમનાથી બચાવવા માટે રિયાએ પોતાનો જીવ ગુમાવ્યો.

Shah Jina