જાહ્નવી કપૂરને શોર્ટ્સમાં જોઇ હોંશ ખોઇ બેઠો કૂતરો, ઉપર ચઢી કરવા લાગ્યો એવી હરકત કે અભિનેત્રી…જુઓ વીડિયો

ટૂંકી ચડ્ડીમાં જાહ્નવી કપૂરને જોઈને કુતરાથી ન રહેવાયું, કૂતરો એવી ગંદી હરકત કરવા લાગ્યો કે જોઈને મજા પડી જશે….

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પેટ લવર છે. ખાસ કરીને જાહ્નવીને પાલતુ ડોગથી ઘણો પ્રેમ છે. જાહ્નવી કપૂરનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ડોગ સાથે રમતી જોવા મળી રહી છે. ડોગ જાહ્નવીના પગ પર ચડીને રમવા લાગે છે. જાહ્નવી આ વીડિયોમાં ખૂબ જ ફની અંદાજમાં જોવા મળી રહી છે. આ નાનકડી વિડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે પાલતુ ડોગ જાહ્નવી કપૂરના પગ સાથે ચોંટી ગયો છે અને તે જમીન પર પડી છે.

આ દરમિયાન જાહ્નવીને ખૂબ ગલીપચી થઈ રહી છે અને તે હસવાની સાથે ડોગને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. જાહ્નવી કપૂરની આ ક્યૂટ સ્ટાઈલ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેનો આ વીડિયો વારંવાર લોકો જોઇ રહ્યા છે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર એકથી વધુ બોલ્ડ અને શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. જાહ્નવીનો બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

આ સાથે જ જાહ્નવી કપૂરના ફેશન એક્સપેરિમેન્ટની દરેક આતુરતાથી રાહ જુએ છે. જાહ્નવી કપૂર પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. અભિનેત્રી વરુણ ધવન સાથે ‘બાવલા’માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ 7 એપ્રિલ 2023 હતી પરંતુ એવું લાગે છે કે વરુણ અને જાહ્નવીને ઓનસ્ક્રીન જોવા માટે ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે રિલીઝ ડેટ હવે આગળ વધારી દેવામાં આવી છે.

પિંકવિલાના અહેવાલ મુજબ, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટની નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ ‘બાવલા’ની રિલીઝ ડેટ VFX અને ટેકનિકલ જરૂરિયાતોને કારણે આગળ વધારવામાં આવી છે. ‘બાવલા’નું શૂટિંગ ભારતમાં તેમજ પેરિસ, બર્લિન, પોલેન્ડ, એમ્સ્ટરડેમ, ક્રાકો અને વોર્સો જેવા ઘણા રસપ્રદ સ્થળોએ કરવામાં આવ્યું છે. બાવલા ઉપરાંત અભિનેત્રી રાજકુમાર રાવ સાથે મિસ્ટર અને મિસિસ માહીમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina