મનોરંજન

ગરીબ બાળકીને ખાવાનું આપતી સમયે જાહ્નવી કપૂરે ફોટોગ્રાફરને એવું કઈંક કહ્યું કે જાણીને હોંશ ઉડી જશે

“ધડક” ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં જાહ્નવી એક નાની ગરીબ બાળકીની મદદ કરતી જોવા મળી હતી.

આમ તો જાહ્નવી કાયમ ગરીબ બાળકોને ફૂડ પેકેટ આપીને મદદ કરતી જ હોય છે. પણ આ વખતનો વિડીયો થોડોક અલગ છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જણાવી દઈએ કે આ વીડિયો મુંબઇનો છે. જ્યાં એક માસુમ બાળકીએ જયારે જાહ્નવીને જોઈ ત્યારે બાળકીએ કહ્યું કે તેને ખુબ જ ભૂખ લાગી છે. આ સાંભળીને જાહ્નવીથી રહેવાયું નહીં અને તે બાળકીને પોતાની સાથે આવવાનું કહ્યું. તે સમયે જાહ્નવીએ મીડિયાવાળાને રિકવેસ્ટ કરી કે પ્લીઝ તમે તમારો કેમેરો બંધ કરી દો. જાનવીએ મીડિયાવાળાએ કહ્યું કે એક મિનિટ માટે કેમેરા ઓફ કરી દો, કેમકે આ ખુબ જ અજીબ લાગે છે.

 

View this post on Instagram

 

Wearing the Nykaa Strobe & Glow highlighter in Gold Mine ✨ this Diwali ❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

તેને પછી મીડિયાવાળાએ તેને કહેવા પર પોત-પોતાના કેમેરા બંધ કરી દીધા હતા. પરંતુ જયારે કેમરા ચાલુ કર્યા ત્યારે જાહ્નવી માસુમ બાળકીને બિસ્કિટનું પેકેટ આપતા જોવા મળી હતી. તેણી એ તે બાળકીને પોતાની સાથે પોતાની ગાડી સુધી લઇ આવી અને પછી ગાડીમાંથી બિસ્કિટનું પેકેટ કાઢીને તે બાળકીને આપ્યું હતું.

 

View this post on Instagram

 

Helpful #janhvikapoor ❤ #vbapp #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર ફિલ્મ “દોસ્તના 2″ની શૂટિંગ કરવા જઈ રહી છે, તે “દોસ્તાના 2″ના ડાયરેકટર સાથે હાલમાં જ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન અને લક્ષ્ય સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો પહેલો ભાગ 2008માં આવ્યો હતો. આ ફિલ્મમાં અભિષેક બચ્ચેન, જોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

 

View this post on Instagram

 

🙏🏼

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

આ ઉપરાંત જાહ્નવી ફિલ્મ “ગુંજન શર્મા: ધ કારગિલ ગર્લ”માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે ગુંજન શર્માની ભૂમિકા નિભાવવાની છે. તેના સિવાય તે “રુહી આફજા”માં પણ જોવા મળશે. જાહ્નવીને ગરીબ લોકોની મદદ કરવી ખુબ ગમે છે. તે કાયમ લોકોની મદદ કરતા જોવા મળે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.