બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે રવિવારના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં ધડક ફેમ જાહન્વી કપૂર પણ સામેલ હતી. આ પાર્ટીમાં જાહન્વી કપૂર વ્હાઇટ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
વ્હાઇટ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જાહન્વી આ પાર્ટીમાં પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેને વ્હાઇટ શોર્ટ ડ્રેસ સાથે સ્ટ્રેપી હિલ્સ પહેરતી હતી અને કાનમાં બ્લ્યુ ઈયરરિંગ્સ પહેરી હતી. તેને તેના આ લૂકને આછા મેકઅપ અને સિલિંગ બેગ સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ લૂકમાં તે ખૂબ જ શાનદાર દેખાઈ રહી હતી.
આ સમયની તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. પરંતુ એક બાજુ તેના ચાહકો તેના વખાણ કરી રહયા છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સ તેને શોર્ટ ડ્રેસને કારણે તેને ટ્રોલ પણ કરી રહયા છે. એક યુઝરે લખ્યું, લાગે છે કે અમુલ મેચોની બનિયાન પહેરીને આવી ગઈ છે, તો બીજા યુઝરે કોમેન્ટ કરી કે ચાલી નથી શકતી તો આટલો ટાઈટ ડ્રેસ શા માટે પહેરે છે. તો બીજા એક યુઝરે એવું કોમેન્ટ પણ કરી કે ખાલી સ્લીપ પહેરીને આવી ગઈ છે, ઉપરનું પહેરવાનું જ ભૂલી ગઈ છે.
જણાવી દઈએ કે જાહન્વી હાલમાં ભારતીય વાયુસેનાની ફાઈટર પાયલોટ ગુંજન સક્સેના પર બની રહેલી બાયોપિકમાં કામ કરી રહી છે. એ પછી તે બીજા બે ફિલ્મો પર કામ કરવાની છે, એક છે દિનેશ વિજનની રૂહ અફઝા, જેમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા જોવા મળશે, જયારે બીજી ફિલ્મ કરણ જોહરની તખ્ત એક મળતી સ્ટારર ફિલ્મ છે જેમાં તેની સાથે વિક્કી કૌશલ, રણવીર સિંહ, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ, કરીના કપૂર જોવા મળશે.
View this post on Instagram
#jhanvikapoor and #khushikapoor with #karishmakapoor ❤❤❤ at #sonamkapoor birthday bash
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks