પતિએ ટ્રેન આગળ કૂદી આપી દીધો જીવ અને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ, ‘મરી રહ્યો છુ પણ હંમેશા દિલમાં રહીશ, મારા મોતનું કારણ મારી પત્ની જણાવશે’

ફાધર્સ ડેના દિવસે ભલે પુત્ર અલગ અલગ રીતે પિતાના પ્રતિ આસ્થા વ્યક્ત કરવામાં જોડાઇ જાય છે, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પરંતુ એક પિતા એવા પણ હતા કે તે દિવસે રેલવેના પાટાઓ પર મોતના આગોશમાં સમાઇ ગયા. મર્યા પહેલા આ વ્યક્તિએ તેની ગર્ભવતી પત્નીને એક ભાવુક પત્ર લખ્યો અને તેમના પ્રેમની નિશાનીને જન્મ આપવાની વાત કહી.

કોતવાલી થાના ક્ષેત્રના બેનીગંજ મોહલ્લા નિવાસી યુવકના પરિજનોએ તેના ગુમ થયાની રીપોર્ટ 18 જૂનના રોજ લખાવી હતી. જેના લાશ ઝાંસી સ્ટેશનની નજીક આરઆરઆઇ સી કેબિનના મધ્ય મુંબઇ રે લાઇન પર કિમી નં 1126/27-28 પર મળી.

લોહીથી લથપથ આ યુવકની તલાસી લેવામાં આવી તો તેના ખીંચામાંથી સુસાઇડ નોટ મળી. જેની ઓળખ છતરપુરના લાપતા ભૂપેન્દ્ર યાદવ તરીકે થઇ જેની ઉંમર 30 વર્ષ છે. તેણે મર્યા પહેલા તેન પત્ની માટે સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યુ હતુ કે, હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું, મારુ મૃત શરીર મારા ઘર સુધી પહોંચાડી દેજો. મારી પત્નીનું નામ મરિયમ બાનો છે. પિતા મોહમ્મદ આઝાદ ઉર્ફે ફજ્જુ નિવાસી ટીકમગઢ છે.

તેણે આગળ  લખ્યુ હતુ કે, મરિયમ આઇ લવ યુ, તમે મારી ચિંતા ના કરતા, હું હંમેશા તમારી સાથે છુ, તમે મારા બાાળકને જરૂર જન્મ આપજો, તે આપણા પ્રેમની નિશાની છે. હું મરી જરૂર રહ્યો છુ પરંતુ હંમેશા તમારા દિલમાં રહીશ. મારી સાથે શુ થયુ તેનું કારણ મારી પત્ની મરિયમ જણાવશે, મારો અંતિમ સંસ્કાર મારી પત્ની મરિયર જ કરે, બીજુ કોઇ ના કરે. અને મરિયમ નિવેદન છે કે, મારા મર્યા પછી તે બીજા લગ્ન ના કરે.

Shah Jina