રાજકોટમાં પેટના જણેલા ચાર સંતાનોને રેઢા મૂકીને માતા પ્રેમી સાથે ભાગી હતી, હવે આવી આ ચોંકાવનારી હકીકત સામે

ચાર-ચાર માસુમ બાળકોને રઝળતા મૂકીને પ્રેમી સાથે ભાગેલી મમ્મી ઝડપાઈ, આ મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અવાર નવાર સમાચાર અને સોશિયલ મીડિયાની અંદર લગ્નેત્તર સંબંધોની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણા પરણિત પુરુષો અન્ય મહિલા કે યુવતીના ચક્કરમાં ફસાઈને પોતાની પત્ની અને બાળકોને છોડી દેતા હોય છે તો ઘણી સ્ત્રીઓ પણ લગ્ન બાદ કોઈ પર પુરુષ સાથે પ્રેમ સંબંધી બંધાઈ પોતાના પતિ અને પરિવારને દગો આપે છે.

ત્યારે હાલ ખબર રાજકોટના જેતપુરમાંથી સામે આવી છે, જે ખુબ જ હેરાન કરી દેનારી છે. જેતપુરમાંથી પોતાના પેટના જેણેલા ચાર સંતાનને રેઢા મૂકી અને પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તેના પ્રેમી સાથે સોમનાથથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. જેના બાદ પોલીસે આ મહિલાને જેતપુર લાવી સમજાવટથી પતિ, બાળકો સાથે મિલન કરાવ્યું હતું.

પોલીસે જયારે મહિલા અને તેના પ્રેમીને ઝડપી પડ્યા ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે પતિ તેને સતત મારતો, ઘરમાંથી બહાર નીકળવા ન દેતો. શરૂઆતમાં તો તેણીને પતિ સાથે રહેવું જ નહતું પરંતુ બાળકો માટે થઇને તે પતિ સાથે રહેવા તૈયાર થઇ હતી. આ મહિલા 13 દિવસ પહેલા બાવાવાળાપરા વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિ સાથે ભાગી ગઇ હતી.

મહિલાનું નામ આરતીબેન ત્રિલોકસિંહ રાજાવાડ છે. તેના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા. પત્નીના ભાગી ગયા બાદ ત્રિલોકસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસે આ મહિલા અને તેના પ્રેમીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બંને પ્રેમી પંખીડાઓ સોમનાથમાં હોવાનું જાણવા મળતા પોલીસે તેમને સોમનાથથી પકડી લીધા હતા.

Niraj Patel