ખબર

ગુજરાતના આ ગામની અંદર ફાટી નીકળ્યો કોરોનાનો રાફડો, 300 એક્ટિવ કેસ, 6 લોકોના મોત, સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં રોજના હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. ઘણા શહેરોમાં રાત્રી કર્ફયુ અને ઘણા ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના એક ગામમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉપેલેટા તાલુકાના ભાયાવદર ગામની અંદર કોરોનાનો બૉમ્બ ફૂટ્યો છે. આ ગામની અંદર 300 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કોરોનાના કારણે આ ગામની અંદર 6 લોકો મોતને પણ ભેટી ચુક્યા છે જેના કારણે સમગ્ર ગામની અંદર ભયનો માહોલ વ્યાપી ગયો છે.

ગામની અંદર એકસાથે જ 300 એક્ટિવ કેસ હોવાના કારણે ભાયાવદરમાં સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં વી છે. શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસનું આ ગામની અંદર સ્વૈચ્છિક લોકડાઉન રહશે. આ લોકડાઉનમાં ગ્રામજનોએ પણ સહકાર આપ્યો છે.