દુઃખદ સમાચાર / નાના ભાઈને રાખડી બાંધી અને અચાનક એવું થયું કે જેતપુર પોલીસના મહિલા કોન્સ્ટેબલનું થયું નિધન- જાણો વિગત

રાજયમાં ઘણીવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. અકસ્માતને કારણે ઘણા લોકો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે હાલમાં જ રક્ષાબંધનનો તહેવાર સમગ્ર લોકોએ મનાવ્યો હતો. ભાઇ-બહેનના આ પવિત્ર સંબંધના અવસર પર બહેનો ભાઇઓને રાખડી બાંધતી હોય છે જેને રક્ષા કવચ પણ કહી શકાય છે, ત્યારે આ દિવસે એક ભાઇએ તેની લાડલીને અકસ્માતમાં ગુમાવી હોવાની ઘટના સામે આવી છે.

જેતપુરના અમરાપર ગામના વતની અને મહિલા કોન્સ્ટેબલ હર્ષિતાબેન અજાણા રક્ષાબંધનના દિવસે તેમના ભઆઇને રાખડી બાંધી એક્ટિવા પર ફરજ પર પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને એક બાઇકે અડફેટે લીધા હતા અને આ દરમિયાન તેમનું મોત થયુ હતુ. રક્ષાબંધનના દિવસે લાડલી બહેનને ગુમાવવાથી ભાઇ સહિત સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમને કયાં ખબર હતી કે આ રક્ષાબંધન તેમની છેલ્લી રક્ષાબંધન હશે.

ઘટનાની વિગત તપાસીએ તો, હર્ષિતાબેન કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. તેઓ તેમના નાના ભાઇને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી ફરજ પર પરત આવી રહ્યા હતા ત્યારે તેઓ એક્ટિવા પર જતા હતા અને આ દરમિયાન જ એક પૂર ઝડપે આવતી બાઇકે તેમને અડફેટે લીધા હતા. તેઓ ફંગોળાયા હતા. તેમને સ્થાનિકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયુ હતુ.

2019-20ની બેન્ચના લોકરક્ષક દળના મહિલા કોન્સ્ટેબલ બપોરે તેમના ગામ અમરાપરથી જેતપુર તાલુકા પોલિસ સ્ટેશને એક્ટિવા પર જઇ રહ્યા હતા ત્યારે ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર એક બાઇક સાથે અથડાતા તેઓ ફંગાળાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેણીને જેતપુર સરકારી હોસ્પીટલે પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફ્ર કરવામાં આવ્યા હતા.પરંતુ ત્યાં તેણીને સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

Shah Jina