ખબર

જેતપુરમાં એકના એક લાડકવાયા 4 વર્ષના દીકરાને આ ગાડીએ કચડી નાખ્યો.. પરિવારનો આક્રંદ

રાજ્યમાં અકસ્માતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે જેતપુરમાંથી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી રહી છે. જ્યાં એક 4 વર્ષના માસુમ બાળકને ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાને કચડી નાખ્યું છે. આ માસુમ બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યું પરંતુ ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.

પોતાના માસુમ 4 વર્ષના બાળકના આમ અચાનક મોતથી માતા-પિતા ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા, તેમના હૈયાફાટ રુદનથી કોઈનું પણ કાળજું કમ્પી ઉઠે તેમ હતું. તેમના રુદનથી હોસ્પિટલમાં પણ શોકનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે.

આજે શહેરના ખોડિયારનગર 1માં આ કંપનીના ડોર ટુ ડોર કચરો લેવા આવી હતી. ત્યારે આ સમયે વાહનના ડ્રાઈવરે બેફિકરાઈથી વાહન ચલાવતાં ઉત્તરપ્રદેશથી રોજીરોટી કમાવવા માટે આવેલા વિકાસભાઈ રાડાના એકના એક ચાર વર્ષના પુત્ર આરવને કચડી નાખ્યો હતો. બાળકને કચડ્યા બાદ વાન ડ્રાઈવર ત્યાંથી નાસી છૂટ્યો હતો.

તો આ બાબતે વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અનેક વખત નગરપાલિકા પાસે સ્પીડબ્રેકર બનાવવાની માગણી કરી હતી છતાં આ પ્રશ્ને નગરપાલિકાએ ક્યારેય ધ્યાન આપ્યું નથી. બેફિકરાઈથી વાહન ચલાવતાં માસૂમ આરવને મોતના મુખમાં ધકેલનાર આ ડ્રાઇવર દરરોજ હાઈસ્પીડથી જ વાહન ચલાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ વિસ્તારના લોકોએ અકનેવાર ઠપકો પણ આપ્યો હતો છતાં પોતાની મનમાની કરાનારા આ ચાલકે એક હસતી રમતી જિંદગીને હતી નહોતી કરી નાખી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.