જેતપુરમાં બૈરાની મેટરમાં મિત્રએ મિત્રની છડેચોક છરીના ઘા મારીને ઉતારી દીધો મોતને ઘાટ, લોકો પણ મૂક બનીને તમાસો જોતા રહ્યા

કાયદાની બીક નથી રહી, જેતપુરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, બૈરાની એવી મેટર સામે આવી કે સારું કર્યું કે ખરાબ તમે કેજો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જ્યાં ઘણીવાર અંગત અદાવતમાં તો કોઈ પારિવારિક ઝગડામાં કે પૈસાની લેતી દેતીમાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર પ્રેમ સંબંધોના કારણે પણ કોઈની હત્યા કરી દેવાની ખબરો સામે આવે છે. ત્યારે હાલ એવી જ એક ખબર રાજકોટના જેતપુરમાંથી સામે આવી રહી છે, જ્યાં એક યુવકની પપત્ની સાથે પ્રેમ સંબંધોની શંકામાં પતિએ જાહેરમાં જ ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત ગુરુવારના રોજ જેતપુરના રબારીકા રોડ પર એક મિત્રએ જ મિત્રનીહત્યા કરી નાખી હતી. આ હત્યા પત્ની સાથેના આડા સંબંધોની શંકામાં કરી નાખી હોવાનું પણ સામે આવી રહ્યું છે. યુવકે તેના જ મિત્ર પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી અને રોડ પર જ તેની હતુંએ કરી નાખી હતી. આ સમગ્ર ઘટના પાસે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ જેના બાદ તેનો વીડિયો પણ વાયરલ થઇ ગયો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.

આ ઘટના અંગે મૃતકની બહેને જેતપુર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે તેનો નાનો ભાઈ 45 વર્ષીય દેવા ડીઝલ રીક્ષા ચલાવે છે, સવારે તે રીક્ષા લઈને નીકળ્યો હતો. ત્યારે તેની સાથે તેનો મિત્ર ઇમરાન ઉર્ફે ઇલ્યાસ અમીન શેખ પણ હતો. ત્યારે બપોરે તે જમવા ઘરે આવ્યા નહિ અને સાંજે તેમને જાણ થઇ કે દેવા અને ઇલ્યાસ વચ્ચે રબારીકા રોડ પર ઝઘડો થયો છે, જેના બાદ તેમની બહેન અને દેવાની દીકરી ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં પહોંચીને જોયું તો દેવાના શરીર પર છરીના ઘા ઝીંકેલા હતા. મૃતકની બહેને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ઇલ્યાસની પત્ની થોડા સમય પહેલા કોઈની સાથે ભાગી ગઈ હતી, ઇલ્યાસ અને દેવા વચ્ચે મિત્રતા હોય દેવો તેની પત્નીને સમજાવીને પરત લાવ્યો હતો, જેના બાદ ઇલ્યાસના ઘરે દેવભાઈની અવર જ્વર હતી, આ ઉપરાંત ઇલ્યાસ દેવાની રીક્ષા પર જઈને મજૂરી કામ કરતો હતો. ઇલ્યાસને પત્નીના દેવા સાથેના આડા સંબંધો હોવાની શંકામાં હત્યા કરી નાખી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

Niraj Patel