ફિલ્મી દુનિયા

જેઠાલાલે વ્યક્ત કરી સેટની હાલત, કહ્યું-બચ્ચન સર સંક્રમિત થઇ શકે છે તો કોઈ પણ થઇ શકે છે

એક લાંબા બ્રેક 116 દિવસ બાદ ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ ફરી શરૂ કરવામાં આવી છે. દર્શકોને 22 જુલાઈ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોસ્ટ લોકડાઉન એપિસોડ જોવા મળશે. પરંતુ સેટ પર ઘણા સાવચેતી પગલા લઇને શૂટિંગ ફરી શરૂ કરાયું છે.

દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,જે નવા પગલાં લેવામાં આવ્યા છે તેને સુરક્ષાની રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. દિલીપ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દરેક એપિસોડ દીઠ ચાર એક્ટર સાથે શૂટિંગ કરી રહ્યા છે.

કૃ મેમ્બરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ સ્ક્રીપટ બદલી નાખી છે કારણકે પહેલા પાત્રો બચ્ચે મજેદાર મસ્તી થતી હતી પરંતુ હવે સેટ પર સીમિત કલાકારો સાથે કહાનીમાં બદલાવ લાવવો જરૂરી હોય કારણકે વધુ કલાકારોની હાજરીથી સંક્ર્મણ ફેલાવવાનો ડર લાગે છે.


એક્ટરે જણાવ્યું હતું કે, તેઓ 11 જુલાઇથી સવારે 8 થી સાંજના 6 વાગ્યા દરમિયાન દિવસના 10 કલાક શૂટિંગ કરી રહ્યા છે અને તેમણે એ પણ કહ્યું છે કે નિર્માતા અસિત મોદી શુટિંગના સલામત રસ્તા શોધી રહ્યા છે. તેમાં સેનિટેશન ટનલ, તાપમાન અને ઓક્સિજનના સ્તરને મોનિટર કરવા માટેના ડોક્ટર, જવેલરી અને અન્ય ઉપકરણોને સાફ કરવા માટે એક યુવી રે મશીન શામેલ છે. તેમણે કહ્યું, “આપણે ડરથી જીવવાનું શીખવું પડશે કારણ કે વાયરસ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો નથી.”

સેટ પર પાછા ફરવાની વાત કરતા દિલીપ જોશીએ કહ્યું કે તેના મગજમાં હંમેશા ભય રહે છે, કેમ કે તેઓ માસ્ક અને ગ્લોવ્સ પહેરેલા લોકો દ્વારા સેનેટાઇઝર સ્ટેન્ડ્સથી ઘેરાયેલા છે. તેણે કહ્યું, “સેટ પરનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે અને દિવસના અંત સુધીમાં તમે માનસિક રીતે થાકી જાવ છો.”

દિલીપ જોશીએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વાયરસ કોઈને પસંદ કરતો નથી, તે કોઈ પણને થઈ શકે છે. જો અમિતાભ બચ્ચન સરને આટલી કાળજી લીધા પછી પણ કોરોના થઇ શકે છે, તો તે કોઈને પણ થઈ શકે છે.

શૂટિંગ દરમિયાન ખાસ કરીને અભિનેતાઓને વાયરસના સંપર્કમાં આવવાનું સૌથી વધુ જોખમ હોય છે કારણ કે તેઓ કેમેરાની સામે માસ્ક પહેરી શકતા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.