...
   

દયાબેનનો પીછો કરતા જેઠાલાલનો અનસીન વીડિયો, શું સિરિયલમાં ફરી આવી રહ્યા છે દિશા વાકાણી?

છેલ્લા 13 વર્ષોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ધારાવાહિક લોકોનું મનોરંજન કરી રહ્યું છે. તેના દરેક પાત્રોએ લોકોના દિલમાં એક અનોખી જગ્યા બનાવી લીધી છે. ખાસ કરીને જેઠાલાલ અને દયાબેનનું પાત્ર સમગ્ર દેશમાં સૌથી વધુ લોકપ્રિય થયા છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોષી આજે ઘરે ઘરે પ્રખ્યાત થયા છે. તેમના ડાયલોગ ડિલવરી જોઈને તમે હસવાનું રોકી શકતા નથી. પરંતુ જ્યારે આ ધારાવાહિકમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણી નિકળી ગયા છે ત્યારથી લોકો ફક્ત એક જ સવાલ પુછી રહ્યા છે તેઓ ક્યારે આ ધારાવાહિકમાં પરત આવશે. તેમના ચાહકો તેને ખુબ મિસ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે અને અટકળો લગાવવામાં આવી રહી છે કે શું દયાબેન આ શોમાં પરત ફરી રહ્યા છે. નોંધનિય છે કે આટલો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતા દિશા વાકાણીની જગ્યાએ કોઈ અન્ય અભિનેત્રીને લેવામાં આવી નથી. મેકર્સ હજુ પણ તેમની રાહ જોઈ રહ્યા છે.

જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે તેમા કોઈ મહિલા જેઠાલાલથી બચીને તેના ઘરેથી ભાગતી જોવા મળે છે અને જેઠાલાલ તેનો પીછો કરે છે. તેઓ કહી રહ્યા છે કે એ રુક, ભાગે છે ક્યાં ? ત્યારબાદ બાપુજીનો સીન આવે છે અને તેઓ પણ તૈયારી કરી રહ્યા છે.

ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો ખુબ નાનો છે પરંતુ આ ધારાવાહિકમાં ચાહકો માની રહ્યા છે કે જે રીતે જેઠાલાલ આ મહિલાનો પીછો કરી રહ્યા છે તે જોતા લાગે છે કે તે દયાબેન જ છે. જો કે હવે આ મહિલા કોણ છે તેની સાચી માહિતી તો આવનારા એપિસોડમાં જ જાણવા મળશે.

એ તો બધા જાણે જ છે કે દયાબેન અને જેઠાલાલની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેમના વચ્ચે ચાલતી નોકજોક અને ત્યારબાદ જેઠાલાલ પર બાપુજીનો ગુસ્સો લોકો પેટ પકડીને હસાવે છે. જણાવી દઈએ આ ધારાવહિક છોડ્યાને દિશાવાકાણીને 4થી 5 વર્ષ થઈ ગયા છે. હવે આ વીડિયો જોયા બાદ દરેકને લાગી રહ્યું છે કે શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની એન્ટ્રી થશે?

 

View this post on Instagram

 

A post shared by ❤ (@tmkocxglorious)

YC