આખરે સામે આવી જ ગઇ ‘જેઠાલાલ’ની દુકાન ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ની ઝલક ! કરો નવી દુકાનના દર્શન- જુઓ વીડિયો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં જેઠાલાલ અને દયાભાભીનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે. આ શોના પાત્રો સાથે સાથે બીજી એક વસ્તુ પણ ખૂબ જ લોકપ્રિય છે અને તે છે જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સ…શોમાં ભલે દયાબેનની વાપસી ના થઇ રહી હોય અને પોપટલાલ ઘોડી ના ચઢી રહ્યો હોય પરંતુ જેઠાલાલના જીવનમાં એક ખુશખબરે દસ્તક દીધી છે. જલ્દી જ તેની દુકાનનું રી ઓપનિંગ થવાનું છે. દુકાનનું રીપેરિંગનું કામ પૂરુ થઇ ચૂક્યુ છે અને હવે ઉદ્ઘાટન થવા જઇ રહ્યુ છે ત્યારે જેઠાલાલ હવે નવી દુકાનથી ધંધો સંભાળશે.

પરંતુ આ દુકાનના ઉદ્ઘાટન પહેલા જ દુકાનની અંદરની ઝલક સામે આવી ગઇ છે. તારક મહેતાના શોના નિર્માતા આસિત મોદીએ શોના ચાહકો માટે દુકાનની ઝલક બતાવી છે. સોશિયલ મીડિયા પર હાલ જેઠાલાલની નવી દુકાનનો વીડિયો છવાયેલો છે. આ દુકાન જોઇ બધા જ હેરાન છે. તેમને તેમની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો નથી. દુકાનની એન્ટ્રીથી લઇને અંદર સુધી ઘણુ બધુ બદલાઇ ગયુ છે. વુડન ફ્લોરિંગ, કાચથી ચમચમાતી દુકાન ઉપરાંત બાઘાના બેસવાની સીટ અને જેઠાલાલના બેસવાની સીટ પણ બદલાઇ ગઇ છે.

આ ઉપરાંત દુકાન પણ મોટી થઇ ગઇ છે અને વીડિયોમાં દુકાનમાં ઘણી જગ્યા પર નજર આવી રહી છે. જેઠાલાલ દુકાનના રી ઓપનિંગને લઇને ઘણા જ ખુશ છે. હાલમાં જ બતાવવામાં આવ્યુ હતુ કે દુકાનનું કામ પૂરુ થયા બાદ ગડા પરિવાર દુકાનના મૂહુર્તની તૈયારીમાં જોડાયેલો છે. ઉદ્ઘાટનનો દિવસ પણ આવી ચૂક્યો છે. બાપુજી આ દુકાનનું ઉદ્ઘાટન કરવાના છે. જો કે, હાલ શોમાં બાપુજી મળી રહ્યા નથી, તે લાપતા થઇ ગયા છે. પરંતુ જલ્દી જ તે મળી જશે અને દુકાનનું ઉદ્ઘાટન કરશે.

ગડા ઇલેક્ટ્રોનિક્સ દુકાનની વાત કરીએ તો, આ દુકાન રિયલમાં મુંબઇના ખારમાં સ્થિત છે. આ દુકાનના અસલી માલિકનું નામ શેખર ગડીયાર છે. તેઓ તેમની આ દુકાન શો માટે ભાડા પર આપે છે. પહેલા આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતુ. શેખર અનુસાર, ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ના નામથી ફેમસ આ દુકાનનું નામ ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ જ રાખી દેવામાં આવ્યુ. દુકાનના માલિક શેખર જણાવે છે કે, દુકાન ભાડા પર આપતા પહેલા તેમને ડર લાગતો હતો કે તેમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે અને કોઇ શુટિંગ દરમિયાન કંઇ તૂટી ના જાય પરંતુ છેલ્લા 12 વર્ષોમાં એવુ કયારેય થયુ નથી કે તેની કોઇ આઇટમ પર સ્ક્રેચ આવ્યો હોય.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેઓ વધુમાં જણાવે છે કે, તેમના ત્યાં ગ્રાહકો કરતા પર્યટકો વધુ આવે છે. તેઓ ભલે કંઇ વસ્તુઓની ખરીદી ના કરે પરંતુ દુકાન સાથે તસવીર ઘણી ક્લિક કરાવે છે. તેઓ તેમના સંબંધીઓને પણ વીડિયો કોલ કરી અહીં હોવાની સાબિતી આપે છે.દિવ્યભાસ્કર સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન ઓરિજિનલ માલિકે કહ્યુ હતુ કે એક દિવસ તેમના મિત્રે એક આખો દિવસ દુકાનમાં શૂટ કરવાની ઓફર કરી હતી પરંતુ તેમણે આ ઓફર રિજેક્ટ કરી દીધી હતી. તેમના માટે આ બિઝનેસ છે અને તે એક દિવસ દુકાન બંધ રાખી શકી નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તે સમયે તેમને બે વાત ધ્યાનમાં લીધી હતી, પહેલી તેમના ગ્રાહકોને આને કારણે તકલીફ પડવી જોઈએ નહીં તમને જણાવી દઇએ કે, આજથી 12 વર્ષ પહેલા શોની ટીમની નજર આ દુકાન પર પડી હતી જે મુંબઇના ખાર સ્થિત છે અને જે ન્યુલી રીનોવેટ થઇ રહી હતી. તેમણે ઓનર શેખર ગડીયારથી એક દિવસનુ શુટિંગ કરવાની પરવાનગી માંગી પરંતુ એક એપિસોડની જગ્યાએ તો આ દુકાન તો જેઠાલાલની ‘ગડા ઇલેકટ્રોનિક્સ’ના નામે જ જાણિતી બની ગઇ.અને એજ કારણે આ દુકાનના અસલી માલિક શેખર ગડિયારે દુકાનનું નામ ‘ગડા ઇલેકટ્રોનિક્સ’ જ રહેવા દીધુ, તો આવી રીતે પડ્યુ શેખર ગડીયારની દુકાનનું નામ ‘ગડા ઇલેકટ્રોનિક્સ’…

Shah Jina