તારક મહેતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીની દીકરીના લગ્નના વીડિયો આવ્યા સામે, ખૂબ જ સુંદર નજર આવી નિયતિ જોશી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર નિભાવી પ્રખ્યાત થયેલા મશહૂર અભિનેતા દિલીપ જોશી છેલ્લા થોડા સમયથી ઘણા ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તેમણે તેમની લાડલી દીકરી નિયતિ જોશીના લગ્ન ઘણા ધામધૂમથી કરાવ્યા હતા અને દીકરીના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. નિયતિના લગ્નની તસવીરોએ ચાહકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. નિયતિના લગ્નની બધી રસ્મોની તસવીરો તો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ પરંતુ હવે નિયતિના કેટલાક વીડિયો સામે આવ્યા છે.

આ વીડિયોમાં નિયતિ ઘણી જ ખુશ જોવા મળી રહી છે અને તે અલગ અલગ આઉટફિટમાં ખૂબ જ સુંદર પણ લાગી રહી છે. એક વીડિયોમાં નિયતિ તેના વાળને કર્લ કરાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે બાથરોબમાં જોવા મળી હતી. આ જ વીડિયોમાં તે યલો આઉટફિટમાં પણ જોવા મળી હતી, જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

નિયતિનો બીજો એક વીડિયો સામે આવ્યો છે, તેમાં તે યલો ફૂલ સાથે રીલ બનાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે પહેલા વ્હાઇટ બાથરોબ અને બાદમાં સલવાર-સૂટમાં જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે અને હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે.

નિયતિના બીજા એક વીડિયોની વાત કરીએ તો, તે યલો અને પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. જેમાં તે સિંપલ અને ખૂબસુરત લાગી રહી છે. આ ઉપરાંત તેના લગ્નનો તૈયાર થયેલો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તૈયાર થયા બાદ તેના પિતા, માતા અને ભાઇની સામે ઊભેલી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેની માતા તેને જોયા બાદ આશ્રર્યચકિત થાય છે અને તેને પ્રેમથી કિસ પણ કરે છે.

આ બાદ આ જ વીડિયોમાં કેટલીક તસવીરો પણ છે અને તેમાંથી એક તસવીરમાં નિયતિ તેના પિતા એટલે કે દિલીપ જોશીને ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, નિયતિના સંગીત સેરેમનીના વીડિયો પણ જોરદાર વાયરલ થયા હતા, જેમાં જેઠાલાલ ખૂબ જ નાચતા જોવા મળ્યા હતા.

દીકરીના લગ્નની ખુશી દિલીપ જોશીના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં દિલીપ જોશી દાંડિયા અને ગરબાની ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.મહેંદી તથા સંગીત અને હલ્દી સેરેમનીમાં  પણ નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં હાજર રહ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા. સંગીત સેરેમનીમાં નિયતિ જોષીએ પિતા દિલીપ જોષી સાથે ગરબા રમ્યા હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા.

સોશિયલ મીડિયા પર નિયતિના લગ્નની તસવીરો અને વીડિયો સામે આવતા જ ચાહકો ચોંકી ગયા હતા અને તેનું કારણ હતુ નિયતિના સફેદ વાળ. નિયતિના વાળે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેને જોઈને કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તો કેટલાક તેના વખાણ કરી રહ્યા હતા. દિલીપ જોશીએ તસવીરો પોસ્ટ કરીને દીકરી માટે લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જમાઈ તરીકે મળેલા પુત્ર યશોવર્ધનનું પણ સ્વાગત કર્યુ હતુ. નિયતિ દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

‘તારક મહેતા’ના જેઠાલાલના ફેમિલી ફોટોઝ ફેન્સનું દિલ જીતી રહ્યા છે. તસવીરોમાં દિલીપ જોશીની દીકરી નિયતિની સુંદરતાના પણ વખાણ થઈ રહ્યા છે, સાથે જ તેના વાળના રંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. નિયતિના કાળા અને સફેદ વાળ જોઈને દિલીપ જોશીના ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા. કેટલાક લોકોએ ઈન્સ્ટાગ્રામ પર આ બાબતે સવાલો પૂછ્યા હતા તો કેટલાકે નિયતિની ઉંમર શોધવાનું શરૂ કર્યું. દિલીપ જોશીની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી, સર હેર કલર કર્યા છે ?

એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ, મેં તેને જોઈ ત્યારથી હું પણ વિચારી રહ્યો છું. એક યુઝરે લખ્યું , દીકરા અને દીકરી બંનેના વાળ સફેદ છે. કોઈએ એવું પણ લખ્યું છે કે નિયતિએ રંગ જમાવી દીધો. અને ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે.એક યુઝરે લખ્યું છે કે, આ સારી વાત છે કે તેઓ તેમના કુદરતી વાળને સ્વીકારી રહ્યા છે, આ કોન્ફીડન્સ બહુ ઓછા લોકોને હોય છે. બીજાએ વખાણ કરતા લખ્યું કે તે ખુશ છે કે તે સફેદ વાળમાં છે, લોકો લીલા, લાલ અને વાદળી રંગ મેળવીને પોતાને કૂલ માને છે.

 

View this post on Instagram

 

A post shared by Ritika Turakhia (@ritikaturakhia01)

દિલીપ જોશીની 27 વર્ષની પુત્રી નિયતિના લગ્ન યશોવર્ધન મિશ્રા સાથે થયા છે. યશોવર્ધનના પિતા અશોક મિશ્રા જાણીતા લેખક છે. નિયતિ અને યશે 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં લગ્ન કર્યા હતા.નિયતિએ લગ્નમાં બનારસી સિલ્કની સાડી પહેરી હતી. તે પરંપરાગત ભારતીય દેખાવમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેમનો આખો પરિવાર કલર કો-ઓર્ડિનેટેડ હતો. નિયતિના દુલ્હન લુકને ખૂબ વખાણ મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સફેદ વાળ સાથે તેણે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ritika Turakhia (@ritikaturakhia01)

નિયતિ ખૂબ જ પ્રતિભાશાળી છે. તેણે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન, લંડનથી પબ્લિશિંગમાં માસ્ટર્સ ડિગ્રી અને અંગ્રેજી ભાષા અને સાહિત્ય (મુંબઈ)માં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.દિલીપ જોશી દ્વારા સોશિયલ મીડિયામાં દીકરીના લગ્નની તસવીરો શેર કરી છે જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. લગ્નના જોડામાં દીકરીને જોઈને જેઠલાલ અને તેમની પત્નીની આંખો હર્ષથી છલકાઈ ઉઠી છે, તો જેઠાલાલની પત્ની પણ દીકરીને લગ્નના જોડામાં જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ritika Turakhia (@ritikaturakhia01)

જેઠાલાલની દીકરીનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ હોટલમાં યોજવામાં આવ્યુ હતુ, જેમાં તારક મહેતાની સ્ટારકાસ્ટે ધૂમ મચાવી હતી.  આ ઉપરાંત ટીવી અને થિયેટર ઇન્ડસ્ટ્રીના પણ ઘણા કલાકારો હાજર રહ્યા હતા. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશી અને જમાઇ યશોવર્ધનના રિસેપ્શનમાં સુનૈના ફોજદાર, પલક સિધવાણી, સમય શાહ, કુશ શાહ, પ્રિયા આહુજા, માલવ રાજદા, અમિત ભટ્ટ, સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ritika Turakhia (@ritikaturakhia01)

તમને જણાવી દઈએ કે યશોવર્ધન જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. તેમને વર્ષ 2008માં આવેલી શ્યામ બનેગલની ફિલ્મ “વેલકમ ટુ સજ્જનપુર”માં ગીતો લખ્યા હતા, જેના દ્વારા પણ તેમને ખાસ ઓળખવામાં આવે છે. વાત કરીએ દિલીપ જોશીના જમાઈ યશોવર્ધનની તો તે એક ફિલ્મ-ડિરેક્ટર અને રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોશીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

Shah Jina