રિયલ લાઇફમાં પણ ફેમીલી મેન છે જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશી, મળો દીલિપ જોશીના અસલી પરિવારને

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ હાલ સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં છે. તેમની દીકરીના લગ્નને લઇને તેઓ ઘણા લાઇમલાઇટમાં છે, ત્યારે આ વચ્ચે ચાહકો પણ તેમના અસલી પરિવાર વિશે જાણવા માંગે છે. દિલીપ જોશીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. દિલીપ જોશીને શરૂઆતથી જ અભિનયનો શોખ હતો. જ્યારે તેઓ B.Comનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને બે વખત ઈન્ડિયન નેશનલ થિયેટરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

દિલીપ જોશીએ વર્ષ 1989માં સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાથી ડેબ્યૂ કર્યું હતું. સલમાન ખાનની આ ફિલ્મ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં દિલીપ જોશીએ રામુની ભૂમિકા ભજવી હતી. દિલીપ જોશીના અંગત જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. દિલીપ જોષીની પત્ની હાઉસવાઇફ છે.

જયમાલા જોશી લાઈમલાઈટથી દૂર રહે છે. તે દિલીપ જોશી સાથે એવોર્ડ શો ફંક્શનમાં ઘણીવાર જોવા મળે છે. દિલીપ જોશી વાસ્તવિક જીવનમાં બે બાળકોના પિતા છે – તેમના દીકરાનું નામ રિત્વિક જોશી અને દીકરીનું નામ નિયતિ જોશી છે.

દીલિપ જોશીના બંને બાળકો પણ લાઇમલાઇટથી દૂર રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને વાહનોનો ખૂબ જ શોખ છે. તેમની પાસે ઘણા વાહનો છે પરંતુ તેમની સૌથી ફેવરિટ કાર Audi Q-7 છે. Audi Q7ની કિંમત લગભગ 80 લાખ છે. 26 મે, 1968ના રોજ ગુજરાતમાં જન્મેલા દિલીપ જોશીએ અનેક ટીવી સિરિયલો અને ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. લાંબા સમયથી, TMKOC શો માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર તેમની કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

દિલીપ જોષીના લગ્નને 20 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયા છે. દિલીપ જોશી જ્યારે પણ શૂટિંગમાંથી ફ્રી થાય ત્યારે તેમના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તે ઘણીવાર પરિવાર સાથે બહાર જાય છે. તેમણે થોડા સમય પહેલા જ તેમનું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યુ હતું. આવી સ્થિતિમાં, તેમણે ચાહકો સાથે પ્રથમ પોસ્ટ પરિવાર સાથેની શેર કરી હતી. તે તસવીરમાં દિલીપ જોષી તેમના ભાઈ અને તેમની માતા સાથે જોવા મળ્યા હતા. આ તસવીર પર તેમણે કેપ્શનમાં લખ્યું છે કે બા અને ભાઈની સૌથી મીઠી યાદોમાંથી એક સાથે શરૂઆત.

દિલીપ જોશીની દીકરી નિયતિના લગ્ન 8 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા અને 11 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈની તાજ હોટેલમાં રિસેપ્શન ફંક્શન છે. દિલીપ એક ખાનગી વ્યક્તિ છે અને સોશિયલ મીડિયા પર લો પ્રોફાઇલ રાખે છે. દિલીપ જોશી શોમાં જેઠાલાલનું પાત્ર ભજવે છે, તેમ જ તેઓ વાસ્તવિક જીવનમાં પણ જેઠાલાલની જેમ જ ફેમિલી મેન છે. તે રિયલ લાઈફમાં પણ તેમના માતા-પિતાનું સન્માન કરે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!