મનોરંજન

ખુશખબરી: જેઠાલાલને મળી ગઈ તેની નવી ‘દયા ભાભી’, જુઓ ‘ટપ્પૂ કે પાપા’ અવાજ ગુંજ્યો

ટીવીમાં સૌથી વધુ મનોરંજન કરાવતો અને લાંબા સમય સુધી ચાલનારો શો એટલે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરાવી રહ્યો છે. આ શો ઘર-ઘરમાં જાણીતો છે. છેલ્લા 3 વર્ષથી લીડ રોલ નિભાવતી અને જેઠાલાલની પત્ની દયા ભાભી એટલે કે દિશા વાંકાણીને લોકો બહુ જ યાદ કરી રહ્યા છે.

Image source

દિશા માતા બન્યા બાદ શો પર પરત ફરી નથી.પરંતુ હવે લાગી રહ્યું છે કે, જેઠાલાલને તેની નવી દયા મળી ગઈ છે. આટલું જ નહીં ખબર તો એવી પણ મળી રહી છે કે, શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ નવી દયાબેનને શોમાં લાવવાની વાત પણ કરી દીધી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

Image source

જેઠાલાલને દયા બેન ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ શોમાં નહીં પરંતુ એક રિયાલિટી શોમાં મળી છે. આ બધું ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ પર જોવા મળ્યું હતું. આ સેટ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની આખી ટિમ આ વીકએન્ડમાં નજરે આવશે.

Image source

આ શોની કોરિયોગ્રાફર ઋતુજા જુનારકર ‘દયાબેન’ ના અંદાજમાં ડાન્સ કરતી નજરે ચડી રહી છે. આટલું જ નહીં ઋતુજા દયાબેનના અવતારમાં જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોશીને ‘ટપ્પુ કે પાપા’ કહેતી પણ નજરે આવી રહી છે.

Image source

રુતુજા આ સ્ટાઇલમાં એટલી જબરદસ્ત લાગે છે કે તેને જોઈને શોના નિર્માતાએ શોમાં લેવાની ઇચ્છા વ્યક્ત કરી. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર અને તારક મહેતા કા  ઉલ્ટા ચશ્માનો આ મહાસંગમ આ શનિવાર અને રવિવારે રાત્રે આઠ વાગ્યે જોવા મળશે.

Image source

જણાવી દઈએ કે, આ શોએ થોડા સમય પહેલા જ 3 હજાર એપિસોડ પુરા કરી ચુક્યા છે. છેલ્લા ઘણા સમયથી દિશા આ શોથી દૂર જોવા મળી રહી છે. ખબર તો એવી પણ મળી રહી છે કે, દિશા આ શોમાં પરત ફરી રહી છે. અસિત મોદી લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા જે આખરે સફળ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on