ખબર

જ્યારે ધ્રુસકે ધ્રુસકે રડ્યા આ એરલાઇન્સની હોસ્ટેસ અને કૃ મેમ્બર્સ, કહ્યું-”અમને અને અમારા પરિવારને બચાવી લો…વાંચો સમગ્ર મામલો

આર્થિક સંકટમાં ફસાયેલા જેટ એરવેઝના 20,000 થી વધારે કર્મચારીઓ બેરોજગાર થઇ ચુક્યા છે. તેઓના કર્મચારીઓને આગળના ત્રણ થી ચાર મહિનાથી પગાર નથી મળ્યો.તેઓના બાળકોની ફી ભરવી અને ઘર ચલાવવું પણ મુશ્કિલ થઇ ગયું છે. અમુક કર્મચારીઓ પોતાના મકાન વહેંચીને અને ઘરેણા ગીરવી મૂકીને પોતાનો ગુજારો કરવા માટે મજબૂર બની ગયા છે.

Image Source

બેંકોના તરફથી 450 કરોડની તાત્કાલિક મદદ ન મળવાને લીધે ગુરુવારે એરલાઇન કંપનીનું રૂટિન બંધ થઇ ગયું છે.હજારો બેરોજગાર કર્મચારીઓ અંદરથી તૂટીને રડતા જોવા મળ્યા છે. દરેક કોઈની આંખો ભીની હતી અને મેનેજમેન્ટ ઉપર તેઓનો ગુસ્સો પણ હતો. પ્લેકાર્ડ પર મેસેજ લખીને કર્મચારીઓ ,”’Save Jet Airways’ ની અપીલ કરી રહ્યા છે.

Image Source

કર્મચારીઓનું કહેવું છે કે મેનેજમેન્ટની ભૂલને લીધે આજે તેઓ બેરોજગાર થઇ ગયા છે અને કંપની બંધ થઇ ચુકી છે.
જણાવી દઈએ કે ગુરુવારે છેલ્લી ફ્લાઇટ, બોઇંગ 737 અમૃતસર થી મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. કંપની પર 8000  કરોડ રૂપીયા કરતા પણ વધારે કર્જ છે. એરલાઇન બંધ થઇ જવાને લીધે લગભગ 16,000 કંપનીના પે-રોલ કર્મચારીઓ અને 6,000 અનુબંધ વાળા કર્મચારીઓ અચાનક જ બેરોજગાર થઇ ગયા છે.

Image Source

જેટ એ હવે સ્ટાફને નોકરી માટે આવવાની મનાઈ કરતા પોતાના બાળકો માટે સમય વિતાવવાનું કહી દીધું છે. જેટની એક મહિલા કર્મચારીએ કહ્યું કે તેને બે મહિનાથી પગાર નથી મળ્યો.મુશ્કિલમાં ફસેલાં કર્મચારીઓએ પ્રધાનમંત્રીથી મદદ માંગવાની આપીલ કરી છે.તેઓએ જેટની આવી હાલત માટે સરાકર, બેન્કો, અને કર્જદાતાઓને જવાબદાર ગણાવ્યું છે.

Image Source

જેટના એક બોર્ડ મેમ્બરના નામ ન છાપવાની શરત પર કહ્યું કે 20,000 કર્મચારીઓની નોકરી હવે કર્જદાતાઓના ભરોસે છે. અમારી પાસે એક પણ દિવસના પગાર આપવાના પૈસા નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય એરલાઇન સંગઠન આઈએટીએ ને જેટની મેમ્બરશિપ કેન્સલ કરી નાખી છે. તેનાથી યાત્રીઓને રીફંડમા સમસ્યા આવી શકે છે.

Image Source

જેટનુ સંચાલન બંધ થઇ ગયાના આગળના દિવસે હજારો યાત્રી હેરાન-પરેશાન રહ્યા. લોકોને ફલાઇટ ન મળી, જેઓને મળી તેઓને બે ગણી કિંમત પર ટિકિટ મળી. એક યાત્રીની લંડનની ટિકિટ 18 હજાર માં બુક હતી, નવી ટિકિટ 42,000 રૂપિયામાં મળી.

Image Source

એરલાઇનમાં સિક્યોરિટી સુપરવાઈઝર સોનલ ગુપ્તાએ કહ્યું કે,”સરકારે તેને યોગ્ય રીતે સંચાલિત કરી હોત અને આપાતકાલીન વિત્તપોષણ પ્રદાન કરવાના સમયે સાઈન કરી હોત તો એરલાઇનને બચાવી શકાય તેમ હતું”.

Image Source

ગુપ્તાને આગળના બે મહિનાથી પગાર મળ્યો નથી અને તેને પોતાના બાળકોની ફી ભરવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય એક કર્મચારીએ કહ્યું કે,”પહેલા તેઓએ 1,500 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.તેના પછી તેઓએ કહ્યું કે તે 1,000 કરોડ રૂપિયાનું અંતરિમ વિત્તપોષણ પ્રદાન કરશે.છેલ્લે તેઓએ કોઈપણ મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો”.

Image Source

સિવિલ એવિસેશન સેક્રેટરી પ્રદીપ સિંહ ખરોલાએ એરપોર્ટ અને બીજી એરલાઇન્સ સાથે બેઠક કરી. ભાળું વધારમાં માટે કહ્યું. કહ્યું કે મુંબઈ માં 280 અને દિલ્લીમાં 160 સ્લોટ ખાલી થયા છે, આ સ્લોટ બીજી વિમાન કંપનીને જલ્દી જ આપી દેવામાં આવશે”.

Image Source

આ સિવાય એરઇન્ડિયાના ચેયરમેન અશ્વિની લોહાણી એ એસબીઆઈ ને પત્ર લખીને જેટના 5 વિમાનો ના સંચાલનમાં રુચિ દેખાડી. આ વચ્ચે ગુરુવારે બોમ્બે હાઇકોર્ટે આ મામલામાં દાખલ આપવાનો ઇન્કાર કરી નાખ્યો હતો.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks