અમેરિકાની જેસિકા કૉકસ તેવા લોકો માટે એક પ્રેરણા સમાન છે, જેઓ પોતાના જીવનથી હાર માની લેતા હોય છે. જેસિકા દુનિયાની પહેલી બ્લેક બેલ્ટ અને એકમાત્ર હાથ વગરની પાઇલોટ છે,જે પોતાના પગ વડે વિમાન ઉડાળે છે. જેને લીધે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ દર્જ છે.

હાથ ન હોવા છતાં પણ પાઇલોટનું લાઇસેન્સ મેળવનારી જેસિકા દુનિયાની પહેલી વ્યક્તિ છે. તે વિશ્વની World’s first licensed armless pilot બની છે.જેસિકા પોતાનું દરેક કામ પોતાના પગની મદદ વડે જ કરે છે.જેસિકા પગથી માત્ર પ્લેન જ નથી ચલાવતી પણ કરાટે અને પોતાના નાના-નાના કામ માટે પણ ખુબ એક્સપર્ટ છે.

જેસિકાનો જન્મ વર્ષ 1983 માં અમેરિકાના એરિજોનામાં થયો હતો અને બાળપણથી જ તેના હાથ ન હતા. જેને લીધે તે નાનપણથી જ નકલી હાથ(Prosthetic)નો ઉપીયોગ કરતી હતી પણ 14 વર્ષની ઉંમર થાતાં જ તેમણે નકલી હાથનો સહારો લેવાનું બંચ કરી દીધું અને પગની મદદથી પોતાના દરેક કામો કરવાની શરૂઆત કરી.

જેસિકાએ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ પ્લેન ઉડાળવાનું શરૂ કરી દીધું હતું અને માત્ર 3 વર્ષની અંદર જ લાઇસેંસ પણ મેળવી લીધું. કાર ચલાવવાથી લઈને, સ્કૂબા ડાઇવિંગ,આંખોમાં લેન્સ લગાવવા,કી-બોર્ડ ટાઈપિંગ વેગેરે કામ તે પોતાના પગ વડે જ કરે છે.

જણાવી દઈએ કે તેની ટાઈપિંગ સ્પીડ 25 શબ્દ પ્રતિ મિનિટ છે. જેસિકા તે દરેક કામ પોતાના પગ વડે કરી શેક છે જે કામ સામાન્ય લોકો હાથ દ્વારા કરતા હોય છે.

34 વર્ષની જેસિકાને સર્ફિંગ, ઘોડેસવારી અને પ્લેન ઉંડાણવાનો પણ શોખ છે. ટાઇપિંગના સિવાય તે પોતાના પગમાં પેન ફસાવીને પણ લખી શકે છે. આ સિવાય તે પોતાના બુટની દોરી પણ બાંધી લે છે.

જણાવી દઈએ કે જેસિકાના લગ્ન પણ થઇ ગયા છે. જ્યારે તેઓના લગ્ન થયા ત્યારે તેના પતિ પૈટ્રીક ચૈમ્બરલેનએ તેને તેના પગમાં જ વીંટી પહેરાવી હતી. તેના સિવાય જેસિકા મોટિવેશન સ્પીકર પણ છે.
તસ્વીરમાં જુઓ તે કેવી રીતે પોતાના પગ વડે ખાઈ રહી છે.

પગ વડે પ્લેન ઉડાવી રહેલી જેસિકા.

કરાટેમાં ચેમ્પિયન છે જેસીકા.

પોતાના પગ વડે લખતી જેસિકા.

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેડલની સાથે જેસિકા કોક્સ.

જેસિકા પોતાના મંગેતર સાથે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App