સરસ્વતીચંદ્ર,બેહદ અને બેપનાહ જેવા શો માં ટ્રેડિશનલ અવતારમાં નજરમાં આવેલી અભિનેત્રી જેનિફર વિંગેટ હાલના દિવસોમાં પોતાના ગ્લેમરસ અંદાજને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.જેનિફર મોટાભાગે પોતાની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે.
30 મૈં ના રોજ જન્મેલી જેનિફર સૌથી પહેલા સિરિયલ દિલ મિલ ગયે દ્વારા ચર્ચામાં આવી હતી. જેના પછી જેનફિરનો ક્યૂટ ચેહરો દરેક કોઈના દિલમાં છપાઈ ગયો હતો.જેનિફરે માત્ર 12 વર્ષની ઉંમરમાં આમિર ખાનની ફિલ્મ અકેલે હમ અકેલે તુમ માં બાળ કલાકારના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.
જણાવી દઈએ કે અમુક સમય પહેલા જ જેનીફરને 50 સૌથી વધારે આકર્ષક એશિયાઈ મહિલાઓની લિસ્ટમાં શામિલ કરવામાં આવી હતી.જેનીફરની સુંદરતા કોઈપણ બૉલીવુડ અભિનેત્રીને ભારે પડી શકે તેમ છે.જેનીફરની સુંદરતાના દરેક કોઈ દીવાના છે.જેનીફરના દરેક કિરદારને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.
જેનિફર વર્ષ 2000 માં શાકા લાકા બુમ બુમ સિરિયલમાં પણ ચાઈલ્ડ આર્ટિસ્ટના સ્વરૂપે નજરમાં આવી ચુકી છે.જણાવી દઈએ કે પોતાના અભિનયથી દરેક કોઈને દીવાના બનવાનારી જેનિફર એક સમયે એરહોસ્ટેઝ બનવા માગતી હતી.જેનીફરની માં પંજાબી અને પિતા મરાઠી ક્રિશ્ચિયન છે.
જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હું જેવી છું તેવી જ રહેવા માગું છું, મને જે કરવાની ઈચ્છા થાય તે હું કરું છું. તેનો પૂરો શ્રેય મારી ટીમને જાય છે.મારા સ્ટાઇલિસ્ટ અને મારો મેકઅપ કરારના લોકો હું સારી દેખાઉં તેના માટે પુરી ટિમ ખુબ મહેનત કરે છે.હું મારી ઉંમરને પુરા ગૌરવની સાથે સ્વીકાર કરીશ”.
જેનિફર વિંગેટે વર્ષ 2012 માં અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ 2014 માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. હાલ કરન સિંહ ગ્રોવર અભિનેત્રી બિપાશા બાસુના પતિ છે, પણ જેનિફરે કોઈ સાથે લગ્ન કર્યા નથી.
રિપોર્ટ અનુસાર જેનિફર જલ્દી જ પોતાના હિટ શો બેપનાહ ના બીજા સીજનની શૂટિંગ શરૂ કરી શકે છે.જેનિફર વિંગેટ અને હર્ષદ ચોપરા સ્ટારર રોમેન્ટિક શો બેપનાહ લોકોની વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવવા માટે કામિયાબ રહ્યો છે. આ શો માં જેનિફર ‘માયા’ના કિરદારમાં નજરમાં આવી હતી.
લાંબા સમયના બ્રેક પછી જેનિફર પોતાના કામ માટે પાછી આવી ચુકી છે. જેનિફરે ALTBalaji ની વેબ સિરીઝ ‘કોડ ડોમ’ની શૂટિંગ પણ શરૂ કરી દીધી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.