“તારક મહેતા”ની રોશન ભાભીએ ગળા આ શું પહેર્યું? જેનિફરની આ હરકતે કરી દીધા હેરાન

“તારક મહેતા”ની રોશન ભાભીએ આખરે તેના ગળામાં શુ પહેરીને રાખ્યુ છે ? જોઇને બધા જ રહી ગયા હેરાન

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તેના 3 હજાર એપિસોડ પણ થોડા સમય પહેલા પૂર્ણ કર્યા છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય પણ છે. આ શોના કલાકારો ઘણીવાર લાઇમલાઇટમાં છવાયેલા રહે છે.

આ શોમાં રોશન ભાભીનું પાત્ર જેનિફર મિસ્ત્રી નિભાવી રહી છે. તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને કેટલીક વાર તે તેની તસવીરો શેર કરતી રહે છે. જેનિફરે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અજીબ ગરીબ હાલ જોવા મળી રહ્યો છે.

જેનિફર આ તસવીરોમાં મોર પ્રિંટ વાળી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ તેણે ગળામાં એક નેકલેસ પહેર્યુ છે, જે ઘણુ અજીબ છે. જે દેખાવમાં એક પક્ષીના માળા જેવું છે.

જેનિફરનો આ નેકલેસ હાલ ચર્ચાનો વિષય બનેલો છે. આ નેકલેસ જે એક પ્રકારનો માળો છે તેમાં ત્રણ ઇંડા અને એક ચકલી પણ છે. આ એક આર્ટિફિશયલ માળો છે.

જેનિફર આમ તો ચાહકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે પરંતુ તેના ગળામાં આ માળો જોઇ સૌ કોઇ હેરાન છે.

તમને જણાવી દઇએ કે, જેનિફર ઘણા સમયથી શોમાં નજર આવતી નથી. તેણે પ્રેગ્નેંસીને કારણે શોને અલવિદા કહી દીધુ છે.

Shah Jina