ખબર મનોરંજન

પહેલા પ્રોડ્યુસર પર લગાવ્યો સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ અને હવે આત્મારામ ભિડે પર ધુંવાપુવા થઇ રોશન ભાભી

Jennifer Mistry Slams Mandar Chandwadkar : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રોશન સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રી હાલ ઘણી ચર્ચામાં છે. તેણે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને શો પણ છોડી દીધો છે. ત્યારે જેનિફરના આરોપ બાદ શોમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાકરે જ્યારે આ મામલે પ્રતિક્રિયા આપી તો જેનિફર તેના પર ગુસ્સે થઈ ગઈ. વાસ્તવમાં મંદારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જેનિફર અને અસિત મોદી વચ્ચે શું થયું તેની તેને કોઈ જાણ નથી.

મંદારે કહ્યું, “મને આશ્ચર્ય થાય છે કે તે (જેનિફર મિસ્ત્રી) આવું કેમ કરી રહી છે. મને બિલકુલ ખબર નથી. બંને વચ્ચે શું થયું છે ? આ કોઈ મેલ શૌવિનિસ્ટિક જગ્યા નથી. તે એક સ્વસ્થ વાતાવરણ સાથેનું સુખી સ્થળ છે. નહીંતર આ શો આટલો લાંબો સમય ચાલ્યો ન હોત.” ત્યારે મંદારના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જેનિફરે કહ્યું નિવેદન, “તે (મંદાર ચાંદવાડકર) પણ એક આદમી છે. જ્યારે તે પોતે જ આદમી હશે તો તે શું કહેશે ?

અસિત મોદી જે કહેશે તે જ કરશે. ગઈકાલે મને એક કો-સ્ટારે ફોન કર્યો અને તેણે 45 મિનિટ સુધી મંદારને ગાળો આપી અને કહ્યું કે કેવી રીતે તે પલટી ગયો ? મેં તેને કહ્યું- મને વાંધો નથી. તેઓ જે કરવા માગે છે તે કરવા દો. મને કોઈ ફરક નથી પડતો. બધા જાણે છે કે તેઓ અસિત મોદી સાથે કેમ છે? તેઓ માત્ર અસિત મોદીના કહેવા પ્રમાણે જ કામ કરે છે.” ઈટાઈમ્સ ટીવી સાથે વાત કરતાં જેનિફરે કહ્યુ કે, શોમાંથી મારા ખાસ મિત્ર મંદારે મને વધારે નિરાશ કરી છે. દર વર્ષે તેના બર્થ ડે પર હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી.

તે મારો ક્લોઝ ફ્રેન્ડ રહ્યો છે. જેનિફર કહે છે કે, અમારા જીવનમાં શું થઈ રહ્યું છે તેની એક-એક વાતની ખબર છે, ખાસ કરીને મારી. સોનાલિકા જોશી, અંબિકા રંજનકર અને મંદાર… અમે ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ. તે મારા એક-એક શબ્દ વિશે જાણે છે’. છેલ્લા 15 વર્ષથી તારક મહેતા સાથે જોડાયેલ જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ શોના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ રમાની અને કાર્યકારી નિર્માતા જતિન બજાજ પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો અને તેમના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરી. જો કે, અસિત મોદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.