પ્રેમ કરવો અને તેને અંતિમ શ્વાસ સુધી નિભાવવો તે અલગ-અલગ વાત છે. પ્રેમને આપણે આપણે મંજ઼િક સુધી પહોંચાડીએ છીએ તો જે ખુશીનો અહેસાસ થયા છે તે ખુશી કોઈ પણ રીતે નથી મળતી. ઘણા લોકોના પ્રેમને તેના પરિવારજનો સ્વીકારી લેતા હોય છે. ઘણા એવા લગ્ન વિષે સાંભળીએ છીએ જે પુરી દુનિયામાં ચર્ચાનો વિષય બની જતો હોય છે.
View this post on Instagram
માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસની દીકરી જેનીફર ગેટસે અરબોપતિ નાય્સ નાસ્સાર સાથે સગાઈનું એલાન કર્યું છે. આ સગાઈના એલાનની વાત હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ બંને છેલ્લા 4 વર્ષથી રિલેશનશિપમાં છે. એક તસ્વીરમાં જોઈ શકાય છે કે, જેનીફરના હાથમાં હીરાની વીંટી પહેરી છે.
View this post on Instagram
જેનિફરે તેના બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક બેહદ રોમેન્ટિક પોસ્ટ શેર કરી તેમાં કહ્યું હતું કે, તે નાયલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જેનિફરે પોસ્ટમાં લખ્યું હતું કે,નાયલ સ્સાર, તમે એક અલગ જ વ્યક્તિ છો. ગત અઠવાડિયે તમારી સાથે વિતાવેલા બધો જ સમયમાં હું ડૂબી ગઈ હતી. આપણી બાકીની જિંદગી સાથે મળીને શીખીને, હસીને ને પ્રેમ કરવા માટે હું રાહ નથી જોઈ શકતી. હા હવે બહુ થઇ ગયું.
View this post on Instagram
આટલું જ નહીં નાયલે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, તેણીએ હા પાડી છે. હવે હું દુનિયાનો સૌથી ખુશકિસ્મત વ્યક્તિ મહેસુસ કરી રહ્યો છું. તમે એ બધું જ છો જેની હું પરિકલ્પના કરી શકું છું.
View this post on Instagram
જણાવી દઈએ કે, બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. નાયલની વાત કરવામાં આવે તો તે મૂળ ઇજિપ્તના છે અને તેનું બાળપણ કુવૈતમાં વીત્યું હતું. નાયલના પિતાને વ્યવસાય હતો. 2009માં નાયલનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં વસી ગયો હતો. બંનેની મુલાકાત ઘૂડસવારી દરમિયાન થઇ હતી. ત્યારે હવે જેનિફર અને નાયલ બંને એકબીજા સાથે જિંદગી વિતાવવા માંગે છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.