મનોરંજન

શશી કપૂર માટે પોતાના પિતાનું ઘર છોડીને આવી ગઈ હતી જેનિફર, 51 વર્ષની ઉંમરમાં કેન્સરથી થયું હતું મૃત્યુ, જુઓ ના જોયેલી તસવીરો

આ કહાણીની શરૂઆત જેટલી સુખત હતી, અંત એટલો જ દર્દનાક

બોલીવુડમાં કપૂર પરિવારનું એક મોટું નામ છે. કપૂર પરિવારનો જ એક અભિનેતા શશી કપૂર વિશે ઘણા ઓછા લોકો જાણે છે તો શશી કપૂરની પ્રેમ કહાણી પણ કોઈ ફિલ્મોથી જરા પણ કમ નથી. શશી કપૂરને જેનિફર સાથે પ્રેમ થઇ ગયો હતો. અને શશી સાથે લગ્ન કરવા માટે જેનિફરે પોતાના પિતાનું ઘર પણ છોડી દીધું હતું. ચાલો જાણીએ જેનીફરના જીવન વિશે.

Image Source

28 ફેબ્રુઆરી 1933ના રોજ યુનાઇટેડ કિંગડમના સાઉથપોર્ટમાં જન્મેલી જેનિફર કેન્ડલ શશી કપૂરની પત્ની હતી. જેનીફરને પૃથ્વી થિયેટરની સંસ્થાપક કહેવામાં આવે છે. જેનીફરને 1981માં આવેલી ફિલ્મ “36ચૌરંગી લેન” માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે બાફ્ટા એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી.

Image Source

કપૂર પરિવારમાં શશી કપૂર જ એક એવો વ્યક્તિ છે જેને વિદેશી છોકરી સાથે લગ્ન કર્યા હતા. બનેંની પ્રેમ કહાણીની શરૂઆત ત્યારે થઇ હતી જયારે શશી કપૂર કલકત્તામાં એક થિયેટર પ્લે કરી રહ્યો હતો. જેનિફર સાથે શશી 1956માં કલકત્તામાં મળ્યો હતો. તે સમયે શશી પોતાના પિતાના થિયેટર ગ્રુપ પૃથ્વીમાં અભિનેતા અને સ્ટેજ મેનેજર હતો.

Image Source

થોડી મુલાકાતોમાં બંનેનો પ્રેમ આસામને ચઢી ગયો. અને 20 વર્ષની ઉંમરમાં જ જેનિફરે પોતાનાથી 3 વર્ષ નાના શશી કપૂર સાથે લગ્ન કરી લીધા. કપૂર પરિવાર સાથે જેનીફરના પિતા આ લગ્નની વિરિદ્ધ હતા. તેના કારણે જેનિફરે પોતાના પિતાનું થિયેટર ગ્રુપ પણ છોડી દીધું હતું. જો કે પછીથી કપૂર પરિવારે આ લગ્નને સ્વીકારી લીધો હતો.

Image Source

શશી કપૂર અને જેનિફર થિયેટર બેકગ્રાઉન્ડમાંથી જ હતા જેના કારણે બંનેએ થિયેટર ખોલવાનો નિર્ણય કર્યો અને પૃથ્વી થિયેટરનો પાયો નાખ્યો. પૃથ્વી થિયેટરની સ્થાપનાના થોડા સમય બાદ જ જેનિફર શશી કપૂરને હંમેશા માટે એકલો છોડીને ચાલી ગઈ. જેનીફરને કેન્સર હતું અને તેની ખબર 1982માં પડી.

Image Source

શશી કપૂરે મુંબઈથી લઈને લંડન સુધીના ડોકટરો પાસે જેનીફરની સારવાર કરાવી પરંતુ 7 સપ્ટેમ્બર 1984ના રોજ જેનીફરનું નિધન થઇ ગયું. જેનિફર અને શશી કપૂરનો સાથ 28 વર્ષનો હતો. જેનીફરના નિધન પછી જેનીફરની યાદો સાથે શશી કપૂરે 31 વર્ષ સુધી એકલા જીવન વિતાવ્યું.

Image Source

જેનીફરના અવસાન બાદ શશી કપૂર સાવ તૂટી ગયો હતો. લોકો સાથે મળવાનું પણ છોડી દીધું હતું. બનેંના ત્રણ બાળકો હતા. કૃણાલ કપૂર, કરણ કપૂર અને સંજના કપૂર. ત્રણેય લાઇમ લાઇટથી દૂર જ રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.