લાડવા જોઈને લલચાઈ ગયું કરીનાના લાડલા જહાંગીરનું મન, પાલક ઝપકતા જ ચોરી લીધો પ્રસાદ, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેત્રી બેગમાં કરીના કપૂર ખાન હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ તે છવાયેલી રહેતી હોય છે, થોડા સમય પહેલા જ તેની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” આવી હતી અને તે બોક્સ ઓફિસ ઉપર સુપર ફ્લોપ નીવડી. કરીના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને અંગત જીવનની અપડેટ પણ તે સોશિયલ મીડિયા દ્વારા શેર કરતી રહે છે.

કરીના કપૂર ખાન આજકાલ પોતાની સ્ટાઈલ માટે ફેમસ છે. જો કે, અભિનેત્રીની ગણતરી ઇન્ડસ્ટ્રીની સુપર કૂલ મોમ્સમાં થાય છે. કરીનાએ જે રીતે તેના બાળકોને હેન્ડલ કર્યા છે તેના બધા વખાણ કરે છે. કરીના ઘણીવાર તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ કરીનાએ જેહ સાથે તેની કેટલીક તસવીરો શેર કરી છે. તમે જોઈ શકો છો કે આ તસવીરોમાં જેહની મસ્તીથી ભરપૂર સ્ટાઈલ જોવા મળી રહી છે.

કરીના તાજેતરમાં જ જેહ સાથે બાપ્પાના દર્શન કરવા ગઈ હતી. હવે જો લુકની વાત કરીએ તો કરીના મલ્ટીકલર આઉટફિટમાં જોવા મળી રહી છે. તે જ સમયે જેહ બ્લેક ટી-શર્ટ અને ઓફ-વ્હાઈટ ડાંગરીમાં સુપર ક્યૂટ લાગી રહી હતી. હા, અને આ તસ્વીરોમાં સૌનું ધ્યાન ખેંચ્યું તે નાના જેહનો તોફાની સ્વભાવ હતો. તમે જોઈ શકો છો કે પ્રથમ તસવીરમાં જેહ તેની માતાના ખોળામાં બેસીને ગણપતિ બાપ્પાનો ‘પ્રસાદ’ જોઈ રહ્યો હતો.

જેના બાદ આગળની તસ્વીરમાં જેહ થાળીમાંથી પ્રસાદ ચોરતો જોવા મળ્યો હતો અને આનંદથી ખાતો જોવા મળ્યો હતો. આ સમયે જેહની આ ક્યુટનેસ પર બધાના દિલ આવી ગયા છે, જોકે કેટલાક લોકો કરીનાને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો કહે છે કે કરીના મુસ્લિમ હોવાને કારણે તેના પુત્રને બાપ્પાના દરબારમાં કેમ લઈ ગઈ? આ તસવીરો શેર કરતી વખતે કરીનાએ લખ્યું- પરિવારને ગણેશચતુર્થીની શુભકામનાઓ. પારિવારિક ચિત્રમાં જેહની તોફાની અભિવ્યક્તિ આરાધ્ય છે ! તેને પ્રેમ ! માહાશાઅલ્લાહ….!!”

Niraj Patel