કોને જોઇને આવી રીતે ચોંકી ગયો કરીનાનો નાનો દીકરો જહાંગીર ? ક્યુટનેસે લૂંટી લાઇમલાઇટ, જુઓ વીડિયો

આમને જોતા જ ગભરાઇ ગયો કરીના કપૂરનો જહાંગીર, આંખો મોટીની મોટી જ રહી ગઇ, બીજી બાજુ બેબો મોબાઈલ મચેડતી હતી

કરીના કપૂરનો નાનો દીકરો જેહ એક્સપ્રેશન મામલે તો મોટા દીકરા તૈમુરથી પણ આગળ નીકળી ગયો છે. મોડી રાત્રે કરીના કપૂર ખાન તેની ખાસ મિત્ર અમૃતા અરોરાના દીકરાની બર્થ ડે પાર્ટીમાં સામેલ થવા માટે બંને દીકરા તૈમુર અને જેહ સાથે પહોંચી હતી. તૈમુર જયાં મમ્મી કરીના સાથે કારમાં હતો ત્યાં જેહ નૈની સાથે બીજી કારમાં આવ્યો હતો. જેહને જોતા જ મીડિયા ફોટોગ્રાફર્સ તેની તસવીરો ક્લિક કરવા લાગી ગયા હતા. પરંતુ કેમેરાની ફ્લેશ લાઈટ જોઈને જેહની આંખો મોટીની મોટી જ રહી ગઈ.

જેહ થોડો પરેશાન દેખાઇ રહ્યો હતો. આ દરમિયાનની ઘણી તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો કેમેરામેનને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. જેહ પાર્ટીમાં કલરફુલ કપડા પહેરી પહોંચ્યો હતો. કરીના સવારથી જ તેના કામમાં વ્યસ્ત હતી, જેને કારણે જેહ એકલા જ પાર્ટીમાં પહોંચ્યો હતો.જેહ સાથે તેનો મોટો ભાઇ તૈમુર જોવા મળી રહ્યો ન હતો.

જેહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે અને ચાહકો તેની ક્યુટનેસ જોઇ તેના પર ફિદા થઇ રહ્યા છે. આ દરમિયાન જેહ નૈનીના ખોળામાં હતો અને તેણે મલ્ટીકલર ટી-શર્ટ પહેરી હતી અને તેના ગળામાં બીબ હતી. જેહનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઇ શકાય છે કે તે કારમાં બેસીને ફોટોગ્રાફરોને હેરાનીથી જોઈ રહ્યો છે.

જેહ અલી ખાન કારમાં માતા કરીના કપૂરને બદલે નૈનીના ખોળામાં બેઠેલા જોવા મળ્યા હતા. માત્ર 8 મહિનાના જેહ માટે કેમેરાનો સામનો કરવો સરળ નથી. આ બાબતોને સમજવા માટે તેઓ હજુ પણ નાના છે. અચાનક, કેમેરાની ફ્લેશ લાઇટ જોઈને જેહ ખૂબ ડરી ગયો.

જેહ અલી ખાનને આ હાલતમાં જોઈને, સોશિયલ મીડિયા પર લોકો ફોટોગ્રાફરોનેખરી-ખોટી સંભળાવી રહ્યા છે. એકે ગુસ્સામાં લખ્યું – તેની આંખો પર ફ્લેશ લાઇટ મારવાનું બંધ કરો. બીજાએ લખ્યુ, બાળક ડરી ગયો ફોટોગ્રાફર્સને કારણે. તો એકે લખ્યું – ફ્લેશ લાઇટ તેની આંખોને નુકસાન પહોંચાડી શકે છે.

કરીનાના લુકની વાત કરીએ તો, તેણે ટાઇટ ટોપ અને જીન્સ પહેર્યુ હતુ. તેના વાળ ખુલ્લા હતા અને તેણે ગોગલ્સ પણ કેરી કર્યા હતા. આ ઉપરાંત તૈમુર બ્લેક ટી શર્ટમાં જોવા મળ્યો હતો અને તેણે માસ્ક પણ કેરી કર્યુ હતુ. તેની કારમાં બેસેલી કેટલીક તસવીરો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મીડિયા ફોટોગ્રાફરોને જોઈને, કરીના કપૂર પોતાને કારની સીટ પાછળ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે મેકઅપ વગર દેખાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

અર્જુન કપૂર પણ અમૃતા અરોરાના પુત્રની જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કારમાં બેઠેલો અર્જુન મોબાઈલ પર કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, અમૃતા અરોરાની બહેન અને અભિનેત્રી મલાઇકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેમના રિલેશનને કારણે તેઓ ઘણીવાર લાઇમલાઇટમાં રહેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina