તૈમુરની અજીબોગરીબ હરકત જોતો રહ્યો તેનો નાનો ભાઇ જેહ, કરીના કપૂર પણ રહી ગઇ હેરાન, જુઓ તસવીરો
બોલિવુડની ખૂબસુરત અદાકારા કરીના કપૂર ખાન અને અને સૈફ અલી ખાનનો દીકરો તૈમુર અલી ખાન ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલો રહેતો હોય છે. તસવીરો અને વીડિયોમાં કયારેક તૈમુરનો ક્યુટ અંદાજ નજર આવે છે તો કયારેક તે ગુસ્સે થયેલ પણ જોવા મળે છે. હાલમાં જ તૈમુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
કરીના કપૂર ખાન શનિવારના રોજ પિતા રણધીર કપૂરના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના બંને દીકરા તૈમુર અલી ખાન અને જેહ પણ હતા. નાના રણધીર કપૂરના ઘરે જતા સમયે તૈમુર અલી ખાન અજીબ હરકત કરી રહ્યો હતો, કયારેક તે હાથ છોડીને ભાગી રહ્યો તો કયારેક તે ઇશારો કરતો જોવા મળી રહ્યો હતો. મોટા ભાઇ તૈમુરની આ હરકત નાનો ભાઇ જેહ પણ જોઇ રહ્યો હતો.
તૈમુરને આવું કરતા જોઇ કરીના કપૂર પણ હેરાન જોવા મળી. નાના રણધીર કપૂરના ઘરની બહાર તૈમુર અજીબોગરીબ હરકત કરી રહ્યો હતો. તૈમુરને આવું કરતા જોઇ નૈની તેનો હાથ પકડવાની કોશિશ કરી રહી હતી. આ દરમિયાન તૈમુર કયારેક ઘૂરી ઘૂરીને જોતો જોવા મળ્યો તો કયારેક હાથથી કંઇક ઇશારો કરતો જોવા મળ્યો. જો કે, તૈમુરે આ દરમિયાન એક સેકન્ડ માટે પણ તેનું માસ્ક ચહેરા પરથી હટાવ્યુ ન હતુ.
તૈમુરને આવું કરતા જોઇ કરીના પણ શોક્ડ રહી ગઇ હતી. બાદમાં નૈનીએ તૈમુરનો હાથ પકડ્યો અને તેને ઘરની અંદર લઇ ગઇ. તૈમુરના આ વીડિયોને કારણે કરીના કપૂર ટ્રોલ થઇ રહી છે, તૈમુરને જોઇ કેટલાક યુઝર્સે કમેન્ટ કરી છે કે, નાની ઉંમરમાં ઘણો શરારતી છે અને આવા લોકો સાથે વ્યવહાર કરવો જોઇએ નહિ.
કેટલાક યુઝર્સે તૈમુરની નૈની વિશે પણ વાત કરી. એક યુઝરે લખ્યુ કે, તેની પાસે કેટલી નૈની છે ? કરીનાએ પ્રેગ્નેંસી અને માતા બનવા પર બુક લખી તેનું ક્રેડિટ નૈનીને મળવુ જોઇએ, કેટલાક યુઝર્સે તૈમુરને બદ્તમીઝ કહેતા કહ્યુ કે, તેનો હાલ આવો રહ્યો તો કરીના-સૈફને તેને કારણે આગળ જઇ તકલીફ પડશે.
તમને જણાવી દઇએ કે, તૈમુર અલી ખાન 4 વર્ષના છે. તેનો જન્મ 20 નવેમ્બર 2016ના રોજ થયો હતો. કરીનાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વર્ષ 2020માં ફિલ્મ “અંગ્રેજી મીડિયમ”માં જોવા મળી હતી. હવે કરીના “લાલ સિંહ ચઢ્ઢા”માં આમિર ખાન સાથે જોવા મળશે. કરીનાએ થોડા સમય પહેલા જ તેની પ્રેગ્નેંસી બુક પણ લોન્ચ કરી હતી.
View this post on Instagram