ઉદયપુરના આ શાહી મહેલમાં અદાણી પરિવારના નાના દીકરા અને થવાવાળી નાની વહુના થશે પ્રી-વેડિંગ ફંક્શન્સ…બધા 5 સ્ટાર હોટલ બુક

ગૌતમ અદાણીના નાના દીકરા જીતની પ્રી-વેડિંગ સેરેમની, શહેરની 5 સ્ટાર હોટલ બુક, બે દિવસ ચાલશે કાર્યક્રમ

અદાણી પરિવારમાં ટૂંક સમયમાં એક નવી મેમ્બર સામેલ થવા જઈ રહી છે. ગૌતમ અદાણીનો નાનો પુત્ર જીત અદાણી દિવા શાહ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આ રોયલ વેડિંગના તમામ ફંક્શન ઉદયપુરમાં યોજાશે, જેના માટે શહેરની તમામ 5 સ્ટાર હોટલ બુક કરવામાં આવી છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્નમાં ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી શકે છે.

ઉદયપુરમાં 10 અને 11 ડિસેમ્બરે જીતના પ્રી-વેડિંગ ફંક્શન્સ યોજાવા જઈ રહ્યા છે. આ લગ્ન સમારોહ માટે શહેરની ત્રણ ફાઇવ સ્ટાર હોટેલ્સ – તાજ લેક પેલેસ, લીલા પેલેસ અને ઉદયવિલાસ બુક કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ઉદયવિલાસ હોટલમાં પ્રી-વેડિંગ ફંક્શન થઈ શકે છે. મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા તાજ લેક પેલેસ અને લીલા પેલેસમાં કરવામાં આવી છે.રાજસ્થાનની શાહી પરંપરાઓ અને ભવ્યતાને ધ્યાનમાં રાખીને તમામ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લગ્ન ફરી એકવાર ઉદયપુરને શાહી લગ્નો માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરશે. જીત અદાણી અને દિવા શાહના લગ્ન ઉદયપુર માટે યાદગાર બનવાના છે. જીત ગૌતમ અદાણી અને દિવા જૈમિન શાહ એ ગયા વર્ષે 12 માર્ચે સગાઈ કરી હતી અને હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, દિવા જૈમિન શાહ કે જે હવે અદાણી પરિવારની નાની વહુ બનવા જઈ રહી છે તે સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના માલિક છે.

તેમનો બિઝનેસ સુરતથી મુંબઈ સુધી ફેલાયેલો છે. ડાયમંડ કંપની સુરત અને મુંબઈમાં આવેલી છે. દિવા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેને બિઝનેસ અને ફાઈનાન્સની સારી સમજ છે. તે તેના પિતાને વ્યવસાયનું સંચાલન કરવામાં મદદ કરે છે. દિવા કેટલી કમાણી કરે છે તે અંગે કોઈ ચોક્કસ આંકડો નથી. પણ એવું માનવામાં આવે છે કે દિવા કરોડોની માલકિન છે. જીત અદાણીની વાત કરીએ તો તે ગૌતમ અદાણીનો નાનો પુત્ર છે. જીત વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતો.

Shah Jina