હેલ્થ

થોડા જ દિવસમાં તમારા વજનમાં આવી જશે મોટો ઘટાડો, બસ પીવાનું શરૂ કરી દો ઘરે જ બનાવીને આ ખાસ પાણી

આજકાલ વજન વધવાની સમસ્યા મોટાભાગે થતી જોવા મળે છે, વળી એમાં પણ કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરમાં બેસી રહીને વજન વળવાની સમસ્યાનો શિકાર બન્યા છે. તો વજન ઘટાડવા માટે આજે અમે તમને એક ખાસ પ્રકારનું પાણી બનાવવાની રીત જણાવીશું જેના દ્વારા થોડા દિવસની અંદર તમારા વજનની અંદર ઘણો મોટો  ઘટાડો કરી શકો છો.

Image Source

આજે અમે તમને આદુ અને જીરાનું પાણી બનાવવાની રીત જણાવવાના છીએ, આ પાણી દ્વારા તમે ફટાફટ તમારા વજનને ઘટાડી શકો છો, અને આ બંને વસ્તુઓ તમારા ઘરની અંદર સરળતાથી મળી પણ રહે છે. આ પાણીની રીત બનાવતા પહેલા આદુ અને જીરું કેવી રીતે વજન ઘટાડવામાં ઉપયોગી છે તે જોઈએ.

Image Source

આદુના ફાયદા:
આદુ દરેક ઘરમાં રહેલું હોય છે અને વર્ષોથી તેનો ઉપયોગ દવા તરીકે થાય છે. આદુમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ શરીરના મેટાબોલિઝમને વધારવામાં તેમજ તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં થર્મોજેનિક ક્ષમતાઓ છે જે શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

Image Source

જીરાના ફાયદા:
આદુની જેમ જ જીરું પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. તેની અંદર આયરન, ફાઈબર અને પોર્ટટેશિયમની માત્ર સૌથી વધારે હોય છે અને તેના રોજિંદા સેવનથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં આવે છે.

Image Source

આદુ અને જીરાનું પાણી બનાવવાની રીત:
એક ચમચી જીરું અથવા જીરું પાવડર લો તેને 500 ગ્રામ પાણીમાં મિક્સ કરો. આ પાણી જ્યાં સુધી અડધુંના થાય ત્યાં સુધી ઉકાળો. ઉકળતા પાણીમાં આદુ ઉમેરો અને થોડીવાર ઉકળવા દો. ત્યાર પછી તેમાં તજ અને ઈલાયચી નાખો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ વસ્તુઓ પાણીનો સ્વાદ વધારે છે. ઓછામાં ઓછું 10 દિવસ માટે દરરોજ સવારે આ પાણી પીવો. ત્યારબાદ ઓછામાં ઓછો 45 મિનિટ સુધી વ્યાયામ કરો.

આ પાણી પીવાના કારણે તમારી ભૂખ પણ નિયંત્રણમાં રહશે અને તમારા મેટાબોલિઝમમાં પણ વધારો થશે, થોડા જ દિવસમાં તેનો ફર્ક પણ તમને જોવા મળી જશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.