પરિણિત જીજાએ સાળી સાથે કરી લીધા લગ્ન, મામલો સામે આવ્યા બાદ અધિકારીઓના ઉડી ગયા હોંશ

લે બોલો…જીજુએ સાળી સાથે કર્યા લગ્ન, ત્યાં પત્ની પણ હાજર હતી, છેલ્લે એવી સચ્ચાઈ બહાર પડી કે લોકોના પગ નીચેથી જમીન ખસકી ગઈ

દેશમાંથી ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે, જે ઘણા વિચિત્ર પ્રકારના હોય છે. એક યુવકે મુખ્યમંત્રી વિવાહ યોજનાનો લાભ લેવા માટે તેની સાળી સાથે લગ્ન કરી લીધા. આ ચોંકાવનારી હકિકત સામે આવતા જ હડકંપ મચી ગયો. યુપીમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં મોટો ગોટાળો સામે આવ્યો છે. મહારાજગંજમાં સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પોતાની જ સાળી સાથે લગ્ન કરી લીધા. આ મામલો સામે આવ્યા બાદ અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા. હવે તેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે 13 ઓક્ટોબરના રોજ મહારાજગંજમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર તરફથી મળનાર આર્થિક મદદની લાલચમાં પરિણીત યુવકે તેની સાળી સાથે લગ્ન કરી લીધા, પરંતુ અધિકારીઓને તેની જાણ સુદ્ધાં ન થઈ.આરોપી વ્યક્તિ કોલ્હુઇ પોલીસ સ્ટેશન વિસ્તારના બડિહારી ગામનો રહેવાસી છે. આરોપીને બે બાળકો પણ છે. તેમ છતાં, તેણે સમૂહ લગ્ન યોજના હેઠળ લગ્ન માટે નોંધણી કરાવી અને તેની સાળી સાથે લગ્ન કર્યા. તેણે લગ્ન સમારંભમાં મળેલી ભેટ પણ છીનવી લીધી અને તેને લઇ જતો રહ્યો.

નોંધનીય છે કે ગરીબોના લગ્ન કરવા માટે સરકાર દંપતી દીઠ 51 હજારની રકમ ખર્ચ કરે છે. નોંધણી બાદ તેની યોગ્યતા પણ ચકાસવામાં આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે સાળી સાથે લગ્ન કરનાર વ્યક્તિએ જવાબદારોને કેવી રીતે ગેરમાર્ગે દોર્યા. ત્યાં, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુધીર પાંડેએ કહ્યું કે જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વહીવટીતંત્રએ બુધવારે આ મામલાની તપાસ માટે જોઈન્ટ મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં એક ટીમની રચના કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આ બાબતની વાસ્તવિકતા બહાર લાવવા માટે જોઈન્ટ મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં ડેપ્યુટી કમિશનર શ્રમ અને રોજગાર, જિલ્લા પંચાયત રાજ અધિકારી અને જિલ્લા વિકલાંગ વ્યક્તિ સશક્તિકરણ અધિકારીની એક ટીમની રચના કરી છે.

Shah Jina