ખબર જાણવા જેવું

જીન્સ પેન્ટ ન પહેરો એ જ સારું, અને જો પહેરો તો ખુબ ઓછુ ધુવો, શા માટે?

જીન્સની આ કાળી હકીકત જાણીને રુવાડા ઉભા થઇ જશે

આજના મોર્ડન સમયમાં દરેક લોકોને પોત-પોતાના અલગ જ શોખ હોય છે. ખાસ કરીને લોકો કપડાં પહેરવાની બાબતમાં જાત-જાતની ફેશન સ્ટાઇલ અપનાવતા હોય છે. ખાસ કરીને આજના સમયમાં યુવકોની સાથે સાથે યુવતીઓમાં પણ જીન્સ પેન્ટ પહેરવાનું ટ્રેન્ડ થઇ ગયું છે. પણ રિસર્ચકર્તાના આધારે જીન્સ પહેરવું ખુબ જ ખતરનાક છે. આવો તો જાણીએ હકીકત.

Image Source

જીન્સ ભલે ડેનિમ કોટનમાંથી બનાવવામાં આવતું હોય પણ તેમાં ઘણા પ્રકારના રસાયણોનો ઉપીયોગ થાય છે, જેમાં માઇક્રોફાઇબર પણ હોય છે. જ્યારે જીન્સને ધોવામાં આવે છે ત્યારે તેમાંથી સૂક્ષ્મ રેસાઓ નીકળે છે અને વ્યર્થ પાણીની સાથે વહી જાય છે.

Image Source

આ જ વ્યર્થ પાણી નદી, ઝીલ કે સમુદ્રમાં જઈને ભળે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. રિસર્ચકર્તાઓએ પણ જળસ્રોતમાના સૂક્ષ્મ રેષાઓનું પરીક્ષણ કરીને જણાવ્યું છે કે તે જીન્સ માંથી જ નીકળેલા સૂક્ષ્મ કણ છે. જીન્સ માટે સિન્થેટિક ડાયનો ઉપીયોગ થાય છે, જે પ્રાકૃતિક નથી હોતી.

Image Source

વાસ્તવમાં આ ફાઇબર્સ સૂક્ષ્મ પ્લાસ્ટિકના બનેલા હોય છે, જેમાં પર્યાવરણને નુકસાન કરનારા કેમિકલ હોય છે. જો કે તેનાથી લોકોને કેટલું નુકસાન છે તેની જાંચ ચાલી રહી છે, પણ અમુક જાંચમાં સામે આવ્યું છે કે જેમ કે પોલિવિનાયલ ક્લોરાઇડ કેન્સરનું કારણ બની શકે છે, તો અમુક કૅમિકલ હોર્મન્સને લગતી સમસ્યાઓ કરી શકે તેમ છે. એક સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે લોકો માઈક્રો પ્લાસ્ટિકના ઓછામાં ઓછા 320 કણ ખોરાક દ્વારા કે શ્વાસ દ્વારા લે છે.

Image Source

જીન્સને એકવાર ધોતા તેમાંથી 50,000 જેટલા માઈક્રો ફાઈબર નીકળે છે તો વિચારો કે દુનિયાભરના જીન્સ ધોવાતા કેટલા માઇક્રોફાઇબર નીકળતા હશે અને પર્યાવરણને કેટલું નુકસાન થતું હશે. રિસર્ચકારોનું કહેવું છે કે બને ત્યાં સુધી જીન્સ જ ન પહેરો અને જો પહેરો તે તેને ખુબ ઓછી વાર ધોવાનું રાખો.

Image Source

વર્ષ 2019 માં પર્યાવરણને લઈને ગ્રેટાની ચર્ચા થયા પછી સ્વીડન ફેશન વિકના કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યો હતો અને ઇકો ફ્રેન્ડલી ફેશનને આગળ વધારવા માટે ચર્ચા થઇ હતી. 2019 થી પુરી ફેશન ઇન્ડસ્ટ્રી પર્યાવરણની બાબતમાં ચિંતા વ્યક્ત કરી રહી છે અને તેઓએ પણ આવનારા અમુક વર્ષોમાં પ્લાસ્ટિકના ઉપીયોગને પુરી રીતે રદ્દ કરવાની કોશિશ શરૂ કરી છે.