શું તમે જાણો છો જીન્સમાં નાનુ ખીસ્સુ અને બટન કેમ હોય છે? રસપ્રદ છે કહાની

જીન્સની ફેશન ક્યારેય ‘આઉટ ઓફ ફેશન’ રહી નથી અને કદાચ ભવિષ્યમાં પણ નહીં હોય. જીન્સ કોઈપણ પ્રકારની ઇવેન્ટમાં પહેરી શકાય છે. રોજિંદી લાઈફમાં પણ લોકો જીન્સ પહેરવાનું પસંદ કરે છે. તમે જીન્સને કોઈપણ પ્રકારના કપડા સાથે મેચ કરીને પહેરી શકો છો. આ દિવસોમાં જીન્સ વિવિધ ડિઝાઇન, રંગો અને સ્ટાઈલમાં આવે છે.

આ તમામ કારણોને લીધે આજે લોકો મોટા પાયે જીન્સ પહેરે છે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જીન્સમાં જમણી બાજુ નાનું ખિસ્સું કેમ હોય છે. આ ખિસ્સુ જમણી બાજુના ખિસ્સાની અંદર હોય છે, જેનો ઉપયોગ લોકો વિવિધ હેતુઓ માટે કરે છે. તેમજ જીન્સના ખિસ્સાના ખૂણે નાના નાના બટનો પણ હોય છે, જેને આપણે ફેશન બટન ગણીએ છીએ, પરંતુ આ બટનો ફેશન માટે નથી. આજે અમે તમને જણાવીશું કે જીન્સમાં આ નાના ખિસ્સા અને નાના બટન કેમ હોય છે.

નાના ખિસ્સા મૂકવાનું આ કારણ છે : તે જીન્સની શરૂઆત સાથે સંબંધિત છે. ખરેખર, જીન્સની શોધ ખાણમાં કામ કરતા કામદારો માટે કરવામાં આવી હતી. તે સમયે પોકેટ વોચનો ટ્રેન્ડ હતો. આવી સ્થિતિમાં જો કામદારો તેને આગળના ખિસ્સામાં રાખે તો તૂટવાનો ભય રહેતો. આ સમસ્યાને દૂર કરવા માટે, એક નાનું પોકેટ બનાવવામાં આવ્યું હતું. ધીરે ધીરે તે જીન્સનો મહત્વનો ભાગ બની ગયો અને આજના યુગમાં તે પોતાના દમ પર ફેશનેબલ બની ગય છે. જીન્સ નિર્માતા લેવી સ્ટ્રોસ (લેવિસ)ના જણાવ્યા અનુસાર, તો વોચ પોકેટ છે અને પહેલા જીન્સમાં ચાર ખિસ્સા ફીટ કરવામાં આવ્યા હતા, જેમાં એક ખિસ્સુ પાછળ હતું અને બે ખિસ્સા સાથે આ વોચ પોકેટ હતું.

નાના બટન લગાવવાનું આ છે કારણ : ખિસ્સાની બાજુઓ પરના નાના બટનોનું રહસ્ય પણ જીન્સના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. ખરેખર, જીન્સનું ફેબ્રિક રફ એન્ડ ટફ હોવાને કારણે આસાનીથી ફાટતું નહોતું. પરંતુ કામદારોને તેના ખિસ્સા સાથે ફરિયાદ હતી. પેન્ટના ખિસ્સા જલ્દી ફાટી જતા હતા. આવી સ્થિતિમાં ટેલર જેકબ ડેવિસે જુગાડ કાઢ્યો. તેણે જીન્સના ખિસ્સાની બાજુઓ પર નાના ધાતુના ભાગો લગાવ્યા.

આ પણ એક કહાની છે : આ જુગાડ સફળ રહ્યો અને ધીમે ધીમે એક બટનનો આકાર લીધો. આ બટનોને રિવેટ્સ કહેવામાં આવે છે. આ સાથે બીજી એક રસપ્રદ વાર્તા છે. ખરેખર, જેકબ પાસે તેની પેટંટ માટે પૈસા નહોતા. તેણે લુઈસ સ્ટ્રોસને પત્ર લખીને આ શોધની જાણકારી આપી. લેવીએ ધાતુના ભાગોને તાંબાના બટનોમાં ફેરવી નાખ્યા. સાથે જેકોબને પોતાની કંપનીનો પ્રોડક્શન મેનેજર પણ બનાવ્યો.

YC