જુનિયર એન્જીનીયરે પત્ની અને દીકરી સાથે કરી લીધું હતું મોતને વ્હાલું, રહસ્ય સતત ઘુંટાતું રહ્યું, હવે ઘરમાંથી મળી વધુ એક સુસાઇડ નોટ…

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના મામલાઓ સતત વધતા રહે છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત જેવું પગલું ભરતા હોય છે, કોઈ પ્રેમ પ્રંસગોના કારણે તો કોઈ આર્થિક સંકટના કારણે તો કોઈ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી પણ મોતને વવહાલું કરી લેતા હોય છે. ઘણીવાર સામુહિક આપઘાતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલ એવી જ એક ઘટનાઓ ચકચારી મચાવી છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ટ્યુબવેલ વિભાગના જુનિયર એન્જિનિયર શૈલેન્દ્ર કુમારે થોડા દિવસ પહેલા તેની પત્ની અને પુત્રી સાથે આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાનું રહસ્ય દિનપ્રતિદિન જટિલ બની રહ્યું છે. પોલીસના હાથમાં શૈલેન્દ્ર કુમારની વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે. ત્રીજી સુસાઈડ નોટમાં મૃતક એન્જીનીયરે તેના ભાઈ રાજુ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ત્રીજી સુસાઈડ નોટમાં મૃતક જેઈ શૈલેન્દ્ર કુમારે તેના ભાઈ રાજુ પર આરોપ લગાવ્યો છે કે રાજુએ જમીનનો અમુક હિસ્સો ખોટી રીતે વેચી દીધો હતો અને તેના પૈસા રાખ્યા હતા. એટલે કે મૃતક સાથે છેતરપિંડી પણ કરવામાં આવી હતી.

આ સુસાઈડ નોટની સાથે જ પોલીસ મૃતક શૈલેન્દ્ર કુમાર, તેની પત્ની અને પુત્રીના અંતિમ સંસ્કારના દિવસે ઘરમાં થયેલી ચોરીની પણ તપાસ કરી રહી છે. એક પછી એક મળી આવેલી સુસાઈડ નોટ અને ત્રણેયના અંતિમ સંસ્કાર વખતે થયેલી ચોરીએ પોલીસને મૂંઝવણમાં મૂકી દીધી છે. પોલીસ સમગ્ર ઘટનાની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં જાનકીપુરમના રહેવાસી જેઈ શૈલેન્દ્ર કુમારે તેમની પત્ની અને પુત્રી સાથે આત્મહત્યા કરી લીધી હતી. સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં ચાર લોકો દ્વારા પૈસા માટે ટોર્ચર કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે ચારેયની પૂછપરછ કરતા ટોર્ચરનો મામલો સામે આવ્યો ન હતો.

દરમિયાન પોલીસને બીજી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં રૂ. 75 લાખ લોનની વાત હતી, પરંતુ મૃતકના બેંક ખાતામાંથી રૂ. 80 લાખ મળી આવ્યા હતા, જેના કારણે મામલો બિચક્યો હતો. હવે વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે ડીસીપી કાસિમ આબ્દીનું કહેવું છે કે ત્રીજી સુસાઈડ નોટમાં ભાઈ રાજુ પર ખોટી રીતે જમીન વેચી તેના પૈસા પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, અમે રાજુને બોલાવીને તેની પૂછપરછ કરી રહ્યા છીએ અને ઘરમાં થયેલી ચોરીની પણ તપાસ કરી રહ્યા છીએ.

આપઘાત દરમિયાન મૃતક જેઈ શૈલેન્દ્રએ ઘરમાં કેક કાપીને બધાને કેક ખવડાવી હતી. આટલું જ નહીં કેક ખવડાવતા જેઈ શૈલેન્દ્ર કુમારે કહ્યું હતું કે, ‘હવે આપણે બધાને આગામી જન્મદિવસની શુભકામનાઓ.’ પાડોશી લવ કુશના કહેવા પ્રમાણે, ઝેર ખાઈ લીધા પછી અમને જાણ થતાં જ અમે દરવાજો કૂદીને અંદર ગયા અને જોયું કે બધા પીડાઈ રહ્યા હતા. લવકુશે કહ્યું કે ઘરની ગેલેરીમાં જમીન પર પડેલા બધા વ્યથામાં હતા, જ્યારે અમે તેમને ઉપાડીને હોસ્પિટલ લઈ જવા લાગ્યા, ત્યારે તેઓએ જવાની ના પાડવાનું શરૂ કર્યું, નથી જવું હોસ્પિટલ અમને બધાને છોડો એવું સાંભળી અમે બધા એ સાંભળીને ચોંકી ગયા કે આવું કેમ?  જો કે અમે તમેને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ત્યાં તેમનું મોત થયું.

Niraj Patel