જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં તેમની રાશી ઉપરથી તેમનું નામ જાણી શકાય છે અને તે વ્યક્તિના નામ ઉપરથી સ્વભાવ, હાવભાવ વિશે જાણી શકાય છે.
1) A નામવાળા લોકો

જો કોઈપણ છોકરા અને છોકરીનું નામ A અક્ષરથી શરૂ થાય છે તે લોકો પોતાના સંબંધો પ્રત્યે વફાદાર હોય છે. તે લાઈફમાં ખૂબ જ મહેનત કરે છે. પરંતુ અમુક વખત તેમને દરેક વસ્તુઓ જલદી મળતી નથી. એ નામવાળાની ખાસિયત હોય છે કે તે લોકો પોતાની વાતો બીજા સાથે શેર નથી કરતા.
આ લોકો ક્યારેય ગુસ્સાવાળા હોય છે આ લોકોને ગુસ્સો જલ્દી આવે છે પરંતુ તેટલો શાંત પણ થઈ જાય છે. પ્યારની બાબતમાં આ લોકો કેરિંગ અને લવિંગ હોય છે. આ લોકોને દગાખોર માણસોથી નફરત છે. આ લોકો પોતાના સુખ અને દુઃખ બીજા સાથે શેર નથી કરતા. પરંતુ આ લોકો બીજાના દુઃખ દૂર કરવાની કોશિશ કરતાં રહે છે.
2) D નામવાળા લોકો

કોઈપણ છોકરા અને છોકરીનું નામ D અક્ષરથી શરૂ થાય છે તે લોકો ખૂબ જ ઈમોશનલ નેચરવાળા હોય છે. આ લોકો એક જ સમયે એક જ કામ કરે છે. આ લોકો બીજા પ્રત્યે ક્યારેય ડિપેન્ડન્ટ નથી રહેતા.
બીજાની વાતો પર ધ્યાન ન આપવુ અને પોતાના મનનું કરો આ લોકોને ખૂબ જ પસંદ હોય છે. આ લોકો પોતાની મહેનતથી આગળ વધે છે. જો એકવાર કોઈના ઉપર ભરોસો કરી દે તો તે ક્યારેય બીજાનો ભરોસો તોડતા નથી. આ લોકો દિલના ખૂબ જ માસૂમ હોય છે અને બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે.
3) R નામવાળા લોકો

જે પણ છોકરાને છોકરીનું નામ R અક્ષરથી શરૂ થાય છે તે લોકો પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહે છે. આ લોકો દિલના ખૂબ જ સારા હોય છે. સમય પડવાની સાથે બીજાની મદદ પણ કરે છે. હંમેશા નવી વસ્તુની તલાશમાં રહે છે. અને નવું શીખતા રહે છે.
પ્રેમની બાબતમા આ લોકો રોમેન્ટિક હોય છે. પોતાના દિલની વાત કોઇ સાથે શેર નથી કરતા. આ લોકો ઉત્સાહી પ્રકૃતિના હોય છે. તે દુનિયાની પરવા નથી કરતા પોતાની દુનિયામાં જ ખુશ રહેવું પસંદ કરે છે. ઘણીવાર આ લોકો એટલા ઈમોશનલ થઈ જાય છે. જેના કારણે તેમને નુકસાન ઉઠાવવું પડે છે લોકો તેમની ઉદારતાનો ફાયદો ઉઠાવે છે. પોતાના ભાવુક સ્વભાવને કારણે સામેવાળાના જુઠા આંસુ ઓળખી શકતા નથી.
4) S નામવાળા લોકો

S અક્ષર વાળા લોકો સ્વભાવથી જિમ્મેદાર મહેનતી અને કેરિંગ હોય છે. આ વ્યક્તિ પોતાના મહેનતથી બધુ મેળવવાની ક્ષમતા ધરાવે છે. આ લોકોને દેખાડો કરવો બિલકુલ પસંદ નથી અને પોતાની વાત બીજાને શેર કરવી પસંદ નથી.
આ લોકો પ્રતિભાશાળી હોય છે. પ્રેમની બાબતમાં ખૂબ જ સિરિયસ હોય છે. અને પોતાના પાર્ટનરને ખુશ રાખવાની કોશિશ કરે છે. અને પોતાની બધી જ જિમ્મેદારી નિભાવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks