જ્યોતિષ શાસ્ત્ર

જે લોકોની જન્મ તારીખ 2 હોય, તેમજ જે લોકોના જન્મતારીખનો સરવાળો 2 થતો હોય તેવા લોકો કેવા હોય છે જાણો…

અંક જ્યોતિષ અનુસાર અંકોનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે અંકોના હિસાબથી વ્યક્તિનો સ્વભાવ હાવભાવ અને પરિવર્તન વિશે જાણી શકાય છે. અંક-જ્યોતિષને મૂલાંક તરીકે પણ ઓળખવામાં આવે છે જન્મના આધાર પર 1થી 9 મૂળાંક હોય છે.

જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 2, 11, 20, 29 થયો છે તો તમારો મૂળાંક 2 છે.

મૂલાંક કેવી રીતે શોધવો:-

તમારી જન્મ તારીખ 29 એપ્રિલ હોય તો 2+9=11 (1+1=2) તમારો મૂળાંક 2 ગણાશે.

Image Source

મૂળાંક 2 વાળા લોકોની લકી વસ્તુઓ:-

લકી નંબર:- 1, 2, 4, 7

લકી દિવસ :- રવિવાર, સોમવાર, ગુરૂવાર, શુક્રવાર.

લકી કલર :- સફેદ અને લીલો.

સ્વભાવ:-

અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 2 વાળાનો સ્વામી ગ્રહ ચંદ્રમાં છે. તેથી તે લોકોનું હૃદય ચંદ્રમા જેવું કોમળ હોય છે. ક્યારેક નાની-નાની વાતો પર જલ્દી ભાવુક થઈ જાય છે તો ક્યારેક મજાકમાં કરેલી વાત પણ દિલમાં લગાવીને બેસી જાય છે અને બીજાનું દુઃખ જોઈને પોતે રડી બેસે છે.

મૂળાંક 2 વાળા લોકો સ્વભાવથી ઇમોશનલ મધુર ભાષી અને શાંત હોય છે. પરંતુ તે લોકોના વ્યવહાર ક્યારેક ક્યારેક અસ્થિર અને ચંચળ જોવા મળે છે તે લોકો અપરિચિત વ્યક્તિને પણ પરિચિત બનાવી દે છે. તે લોકોમા સ્પષ્ટ બોલવાની શક્તિ હોય છે. તે લોકો બીજાનું દિલ ક્યારે પણ દુખાડતા નથી. તે લોકો બીજાને ક્યારેય પણ સીધેસીધું ના નથી કહી શકતા.

Image Source

મૂળાંક 2 વાળા લોકો કલ્પના શક્તિના ધની હોય છે. તે પોતાના મન અને બુદ્ધિનો ઉપયોગ કરે છે દરેક જગ્યાએ કરે છે. તે લોકો બીજાના મનની વાતો પણ સમજી શકે છે. તમે બીજાના ફાયદા વિશે પણ વિચારે છે. મૂલાંક 2 વાળા લોકોને સ્વતંત્ર રહીને કામ કરવું પસંદ છે. બીજાના દબાવમાં આવીને કામ કરવું પસંદ નથી. મૂળાંક 2, 1, 4, 7 વાળા લોકો સાથે તે લોકોનો સારુ બને છે.

કરિયર:-

કરિયરની વાત કરીએ તો આ લોકો કઈ પણ મેળવવા માટે હંમેશા કાર્યકર્તા રહે છે. કોઈપણ વિષય હોય તેના મૂળ પર જવાનો પ્રયાસ કરે છે. તે લોકોની બુદ્ધિ શક્તિ સારી હોય છે. જેના કારણે તે બીજા લોકો કરતા આગળ વધી જાય છે. મૂળાંક 2 વાળા લોકો સારી શિક્ષા પ્રાપ્ત કરે છે.

પોતાની સારી કલ્પના શક્તિના કારણે તે લોકો આગળ વધે છે. નોકરી અને બિઝનેસ બંનેમાં સફળ થાય છે. આ લોકો એક સારા સલાહકાર હોય છે. તેમજ ટીચર, ટેકનિકલ, એકાઉન્ટ આસિસ્ટન્ટ સેક્રેટરી, મેડિકલ પ્રોફેસરના જેવા ક્ષેત્રોમાં સફળ થાય છે.

Image Source

પ્રેમ-વિવાહ:-

વિવાહ અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ લોકોનો સ્વભાવ લવિંગ અને કેરિંગ અને ઈમોશનલ હોય છે. તને પાર્ટનરની ખુશી માટે હંમેશા તૈયાર રહે છે. તેમજ પોતાના પાર્ટનરની નાની નાની જરૂરિયાતનુ પણ ખૂબ જ ધ્યાન રાખે છે. પોતાના સંબંધ નિભાવવા માટે 100% ટ્રાય કરે છે. તેમના માટે લગ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તે પોતાના પાર્ટનરને ગિફ્ટ અને કોમ્પ્લીમેન્ટ આપતા રહે છે.

આર્થિક સ્થિતિ:-

આર્થિક સ્થિતિની વાત કરીએ તો તે લોકો પાસે ધન કમાવવાના ઘણા બધા રસ્તા હોય છે. તેમજ નવી નવી યોજના બનાવવામાં પણ એક્સપર્ટ હોય છે. તે કોઈ પણ કાર્ય સમજી-વિચારીને કરે છે.

Image Source

પારિવારિક જીવન:-

મૂળ અંક 2 વાળા લોકોનો પારિવારિક જીવન સુખદ હોય છે તે પોતાની જિમ્મેદારી ખૂબ સારી રીતે સમજે છે અને તેને પૂરો કરવાના પ્રયાસ કરે છે ભાઈ-બહેન સાથે સંબંધ સારા રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks