અજબગજબ

જે ભિખારીને ચા આપવા માટે કર્યો ઇનકાર, હકીકત જાણ્યા બાદ પડી ગયો ભિખારીના પગ પર…

મેલા ઘેલા કપડા, દરેકની સામે હાથ ફેલાવતા, દરિદ્ર અને લાચાર દેખાતા ભિખારીઓને તમે દરેક રસ્તે જોયા હશે. જેની ગરીબી અને હાલત જોઇને તમને દયા આવી જશે. ખિસ્સામાં પડેલું ચિલ્લર કાઢીને તેને આપી દેતા હોઈએ છીએ.

કેમ કે તમે તેની આવી હાલત જોઈ નથી શકતા. પણ તમે વિચારી પણ નથી શકતા કે કદાચ આ ભિખારી પાસે તમારા કરતા વધુ સંપત્તિ હોય શકે છે. દેશમાં સરકારી આંકડાની માનીએ તો એક કરોડ જેટલા લોકો આવી જ હાલતમાં જીવવા માટે મજબુર છે. પણ આજે અમે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ, જેની ગરીબી જોઇને તમારા હોંશ જ ઉડી જશે. તમે પણ આ દરિદ્રોને જોઇને તમારું મન બદલાવી લેશો.

Image Source

ફિલ્મ ફૂકરે તો તેમ જોઈ જ હશે. હીરો જ્યારે કડકીના સમયમાંથી પસાર થતો હોય છે, તો તેની મદદ એક ભિખારી લાખોમાં કરે છે. જેના બાદ દર્શક પણ વિચારમાં પડી જાય છે કે શું કોઈ ભિખારી સાચેમાં આટલો ધનવાન હોઈ શકે. તો આવો આજે અમે તમને એવી જ ખબર જણાવીએ. જેને વાંચીને તમે વિશ્વાસ નહિ કરી શકો કે વાસ્તવમાં તે માત્ર ફિલ્મનો એક સીન હતો.

Image Source

કોઈ ભિખારી આટલો ધનવાન નહિ જોયો હોય:

સોશિયલ મીડિયા પર એક ભિખારીનો વિડીયો સામે આવ્યો છે જેમાં આ ભિખારી ચા પીવા માટે એક દુકાનની સામે ઉભો છે અને ભિખારી આ વીડિયોમાં નોટોના બંડલો કાઢીને બતાવે છે. કે લોકો જોઈને ચોંકી ઉઠે છે.

આ ભિખારી ચાની દુકાન પર ચા પીવા માટે પહોંચ્યો હતો, પરંતુ દુકાનદારે તેની હાલત જોઈને તેને ત્યાંથી આગળ જવા કયું, અને પછી શું હતું…ભિખારીને ગુસ્સો આવ્યો અને એ પોતાના ફાટેલા મેલા કપડામાં છુપાવીને રાખેલા રૂપિયાની થોકડીઓ બહાર કાઢવા લાગ્યો અને

ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો આ વિડીયો બનાવી લીધો. આ જોઈને દુકાનદાર અને ત્યાં હાજર લોકો ચોંકી ઉઠ્યાં અને વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે ભિખારી પાસે નાનીથી માંડીને મોટી નોટોના બંડલ પણ હતા અને તે ખિસ્સામાં હાથ નાખીને પોતાના ખિસ્સામાં રાખેલા ચિલ્લર પણ ખખડાવી રહ્યો હતો. જેમાં 10, 20, 50, 100, 500 અને 2000ની નોટોના બંડલ પણ હતા.

Image Source

ભિખારીની આ હરકત જોઈને આ હરકત જોઇને દુકાનદાર તેની સામે હાથ જોડી દે છે. એ ભિખારીને પોતાની દુકાન પર બેસાડીને ચા પીવડાવે છે અને ભિખારી પણ ત્યાં સૂકુનથી બેસી જાય છે અને ચાની ચસ્કીઓ લે છે. એ પછી દુકાનદાર ભિખારી સાથે ફોટો પણ પડાવે છે.

ભિખારીની આવી રઈસી જોઇને ચા વાળો હેરાન થઇ જાય છે. તેની ભિખારી પ્રત્યેની ભાવના બદલાઈ જાય છે. દુકાનદાર તે ઈજ્જતની સાથે પોતાની પાસે બેસાળે છે, અને ચા પીવળાવે છે. આ દૌરાન લોકોએ ભિખારી સાથે હાથ મિલાવતા તેની સાથે સેલ્ફી પણ લેવા લાગ્યા હતા.

જો કે આ વિડીયોમાં આ ભિખારીની ઓળખ નથી કરી શકાઈ. આ વિડીયો શેર કરતા વ્યક્તિએ વિડીયો સાથે લખ્યું હતું કે કોણ કહે છે કે ભિખારીઓ પાસે પૈસા નથી હોતા. એટલે મિત્રો ક્યારેક આપણને જે દેખાતું હોય છે એ જ સત્ય હોય છે એવું નથી હોતું, પણ સત્ય કઈંક જુદું પણ હોઈ શકે છે.