મનોરંજન

રિયલ લાઈફમાં પતિ-પત્ની છે રામાયણના દશરથ-કૌશલ્યા, જુઓ તસ્વીર

રામાનંદ સાગરએ તેની ઐતિહાસિક ટીવી સીરિયલ રામાયણ માટે દરેક કલાકારને બહુ જ સારી નિભાવ્યા છે. આ શોના ઓનસ્ક્રીન જેટલું કમાલનું છે તેટલા જ કિસ્સા આ શોના શૂટિંગ દરમિયાન થયા હતા. આ દરમિયાન તમામ પ્રકારના સંયોગ બન્યા હતા. આવો જ એક સંયોગ વિષે આજે અમે તમને જણાવીશું. જે અત્યાર સુધી બહુ ઓછા લોકોને ખબર છે.

Image source

33 વર્ષ બાદ રામાનંદ સાગરની રામાયણ ફરી આ વાર ટીવી પર દેખાડવામાં આવે છે. ‘રામાયણ’માં નિભાવવામાં આવેલા દરેક રોલ ચર્ચામાં રહ્યા છે. આજે અમે તમેં રામાયણમાં મહારાજ દશરથ એ તેની પત્ની કૌશલ્યા વિષે જણાવીશું.

Image source

‘રામાયણ’માં દશરથનો રોલ બાલ ધુરીએ નિભાવ્યો હતો. તો માતા કૌશલ્યાનો રોલ જયશ્રી ગાડકરે નિભાવ્યો હતો. આ બંને અસલ જિંદગીમાં પણ પતિ-પત્ની છે અને સીરિયલમાં પણ પતિ-પત્નીનો રોલ નિભાવ્યો હતો. જણાવી દઈએ કે, આ બંનેએ રામાયણ સિરિયલ સિવાય મરાઠી સિનેમા જગતમાં દિગ્ગ્જ કલાકારોમાં નામ શામેલ છે. બંને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેની એક્ટિંગનો ઝલવો દેખાડી ચુક્યા છે.

Image source

જય શ્રી કર્ણાટકની રહેવાસી હતી. જયશ્રીએ મરાઠી ફિલ્મમાં બાળ કલાકારથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જયશ્રીની પહેલી ફિલ્મ ‘તમાશા’ હતી. આ બાદ તને 1955માં વી શાંતારામની ફિલ્મ ‘ઝનક ઝનક ઝનક પાયલ બાજે’ માં કામ કર્યું હતું.

Image source

આ બાદ તેને કયારે ઓન પાછળ ફરીને જોયું નથી. જયશ્રીની હિટ ફિલ્મોની વાત કરવામાં આવે તો તે સાંગતે એકા, અવગાચી સંસાર, માનિની શામેલ છે. હાલ તો જયશ્રી આપણી વચ્ચે નથી.જયશ્રીએ 2008માં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Image source

બાલધૂરીની વાત કરવામાં આવે તો તે પણ મરાઠી સિનેમા જગતનો જાણીતો ચહેરો છે. મરાઠી ફિલ્મ સિવાય હિન્દી ફિલ્મમાં પણ નજરે આવ્યો હતો.

હિન્દી ફિલ્મોમાં જય બજરંગ બળી, ઈશ્વર, સૌતનકી બેટી શામેલ છે. મરાઠી અને હિન્દી સિવાય બાલ ધુરીએ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ રીતે બાલ ધુરીએ લગભગ 20 ફિલ્મમાં કામ કર્યું છે. બાલ ધુરીને લોકો ટીવીના મહારાજ દશરથના રોલથી જ જાણે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.