ખબર

સૌરાષ્ટ્ર પર લાગેલું મહેણું ભાંગીને જયદેવે સગાઈ કરી! જુઓ તસ્વીર અને વાંચો અહેવાલ

રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ ૭૬ વર્ષ પછી બંગાળને હરાવીને ચેમ્પિયન બની તેનું મોટું શ્રેય મૂળે પોરબંદરના મીડિયમ પેસર અને સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને જાય છે. બંગાળ જેવી ધરખમ ટીમને ફાઇનલમાં હાર આપીને સૌરાષ્ટ્રની ટીમે મહેણું ભાંગ્યું છે. જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ નીચે આ શક્ય બન્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Unadkat (@jd_unadkat) on

સૌરાષ્ટ્રની ટીમ માટે આ ઉત્સવના માહોલમાં કેપ્ટન જયદેવે સગાઈ કરી લીધી એ ખુશી પણ ઉમેરાઈ ગઈ છે! ઇન્સ્ટાગ્રામ પર જયદેવ ઉનડકટે પોતાની ભાવિ પત્ની સાથેનો ફોટો મૂક્યો અને લખ્યું પણ ખરું કે, “૬ કલાક, બે પ્લેટ ભોજન અને કેક..!” આ રીતે જયદેવે સગાઈની જાહેરાત કરી. તેમના ફેન્સ દ્વારા પણ આ તસ્વીર પર અભિનંદન આપતી કમેન્ટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Unadkat (@jd_unadkat) on

પોસ્ટ નીચે એક કમેન્ટ ચેતેશ્વર પૂજારાની પણ હતી, જેમાં જાણવા મળ્યું કે જયદેવની હમસફરનું નામ ‘રિન્ની’ છે. રિન્ની હાલ અમદાવાદમાં વકીલ તરીકે કામ કરે છે. જયદેવ ઉનડકટ પોરબંદરનો વતની છે. મીડિયમ પેસ બોલિંગ માટે તે આઇપીએલમાં જાણીતો બન્યો છે. સાથે જ તે રાઇટ હેન્ડ બેટ્સમેન પણ છે. ૨૦૧૮ની આઇપીએલ હરાજી દરમિયાન સૌ કોઈનું ધ્યાન જયદેવ તરફ ખેંચાયેલું જ્યારે રાજસ્થાન રોયલે તેને ધરખમ કિંમતમાં ખરીદ્યો હતો. ૨૦૧૯-૨૦ની રણજી ટ્રોફી દરમિયાન સૌરાષ્ટ્રની ટીમનું સૂકાન તેના હાથમાં હતું.

 

View this post on Instagram

 

A post shared by Jaydev Unadkat (@jd_unadkat) on

સૌરાષ્ટ્રની ટીમે બંગાળને ઇનિંગમાં લીડ મેળવીને હરાવી હતી. ફાઇનલમાં અર્પિત વસાવડાની બેટિંગની પ્રશંસા થયેલી. સૌરાષ્ટ્રની ટીમ એક રીતે જોતા પ્રથમ વખત અને બીજી રીતે જોતા ત્રીજી વાર રણજી ટ્રોફીની ચેમ્પિયન બની છે. ૧૯૩૭માં અને ૧૯૪૪માં સૌરાષ્ટ્ર જીત્યું હતું ખરું પણ તે અનુક્રમે ‘નવાનગર’ અને ‘વેસ્ટર્ન ઇન્ડીયા’ નામથી રમીને. વળી, એ વખતે ટીમનું સૂકાન પણ અંગ્રેજ અધિકારીઓના હાથમાં હતું.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.