ખબર

ગુજરાતીઓ સાંભળી લો: ઓનલાઇન એપોઈન્ટમેન્ટ વગર તમને રસી નહિ જ મળે, જાણો શું છે સમગ્ર મામલો

હાલમાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને હવે આ મહામારીથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે. અત્યાર સુધી તો 18થી 44 વર્ષના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવુ પડતુ હતુ પરંતુ હવે તે કેંદ્ર સરકારે હટાવી દીધુ છે.

ત્યારે હવે આ મામલે આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજયમાં 18 વર્ષથી ઉંમરથી 44 વર્ષની ઉંમરના લોકો માટે કોરોના વેક્સિન જે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનુ જરૂરી હતુ તે ઓનસાઇટ એટલે કે ઓન સ્પોર્ટ થઇ શકશે. આવા સમાચારો જે વહેતા થયા છે તેમાં તથ્ય નથી.

હવે 18થી44 વર્ષના લોકોને સ્થળ પર જ વેક્સિન મળશે અને આ લોકો માટે હવે ઓનસાઇટ રજીસ્ટ્રેશન થશે, આમ તો ઓનલાઇન પણ રજીસ્ટ્રેશન તો થઇ જ શકશે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત માટે હવે 18થી44 વર્ષના લોકોને રસી લેવા માટે હવે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

આ પર જયંતિ રવિએ જણાવ્યુ કે, રાજય સરકાર દ્વારા હાલ કોરોના વેક્સિનની પ્રકિયા જે પહેલા થતી હતી તે જ રીતે યથાવત રાખી છે.