ખબર

શું એસીમાં રહેવાથી કોરોના થાય છે? વાંચો જ્યંતિ રવિએ શું કહ્યું ? સરકારે હોસ્પિટલને શું આપ્યા આદેશ?

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે થોડા સમયથી અમદાવાદમાં આ દિવસેને દિવસે કેસોની સંખ્યા વધી રહી છે. અમદાવદ હવે બીજા નંબર ઉપર આવી ગયું છે. ત્યારે અગ્ર સચિવ જ્યંતી રવિએ કેટલીક મહત્વની સૂચનાઓ આપી છે.

Image Source

એસીના કારણે પણ કોરોના ફેલાવવાનો ખતરો રહી શકે છે, હોસ્પિટલમાં વપરાતા સેન્ટ્રલ એસીના કારણે હવાનું સંક્ર્મણ થઇ શકતું નથી જેના કારણે હવામાં વાયરસના લક્ષણો દેખાઈ શકે છે અને કોરોના થવાનનો ભય પણ રહે છે. માટે જ્યંતી રવિએ એસીનો ઉપયોગ હોસ્પિટલમાં ના કરવાની સૂચના આપી છે અને જો ઉપયોગ કરવો જ હોય તો બારી પણ ખુલ્લી રાખવાની પણ સૂચના આપી છે.

Image Source

એસી દ્વારા વાયરસ ફેલાય છે કે નહિ તે અંગે થોડા દિવસ અગાઉ એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે “એસીથી ખતરો ત્યારે થઈ શકે છે જ્યારે ક્રોસ વેન્ટિલેશન હોય. જો તમારા ઘરના વિન્ડોમાં એસી લાગ્યુ છે તો તમારા રૂમની હવા તમારા રૂમ સુધી જ રહેશે. એટલે વિન્ડો એસી કે કાર એસી વાપરવામાં કોઈ વાંધો નથી. પરંતુ સેન્ટ્રલ એસીથી સંક્રમણ વધી શકે છે.”

Image Source

ગુજરાતમાં કાળ રાત સુધીનો કોરોના સંક્રમિત લોકોનો આંકડો 2407 સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત હવે કોરોના સંક્રમિત યાદીમાં બીજા નંબર ઉપર આવી ગયું છે. ત્યારે કોરોનાથી બચવા માટેના ઉપાયો પ્રસાશન દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. ગઈકાલના દિવસમાં કુલ 230 નવા  કેસ નોંધાયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.