ખબર

ગુજરાતમાં કોરોનાએ ખબલબી મચાવી: માત્ર 24 કલાકમાં ગુજરાતમાં નવા 254 કેસોનો ઉમેરો- વાંચો અહેવાલ

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોનાના કેસમાં ઉછાળો જ જોવા મળે છે. રાજ્યમાં ગત કાલે નવા કેસમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં સૌથી મોટા ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 176 નવા કેસ નોંધવામાં આવ્યા હતા, જે પૈકી અમદાવાદના 90 ટકા કેસ હતા. આ સૌથી મોટા ઉછાળાથી કોરોનાના કુલ કેસનો આંકડો પણ સીધો 1200ને પાર થઈ ગયો છે. છેલ્લા 12 કલાકમાં મૃત્યુ આંક પણ વધ્યો છે.

Image Source

અમદાવાદમાં છેલ્લા 12 કલાકમાં અધધ 143 કેસ સામે આવ્યા છે. અમદાવાદ સિવાય વડોદરા અને સુરતમાં 13-13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદમાં 1, ભરુચમાં 1, પંચમહાલમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.

Image Source

આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતી રવીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 1272 દર્દી નોંધાયા છે. જેમાંથી હાલ 7 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 1129 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 88 લોકોને ડિસ્ચાર્જ અપાયો છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.

Image source

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં જે સાત મૃત્યુ થયા છે તેમાં ચાર મૃતકો માત્ર અમદાવાદના છે. આ સિવાય સુરત, અરવલ્લી અને વડોદરામાં પણ એક-એક મોત થયા છે. સાતમાંથી છ મૃતકો કોરોના સાથે બીજી ગંભીર બીમારી પણ ધરાવતા હતા તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે. જ્યારે આ જ સમયગાળામાં રાજકોટ અને ગાંધીનગરમાં એક-એક દર્દીને રજા પણ અપાઈ છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.

Image source

અમદાવાદ 765, વડોદર 152, સુરત 156, રાજકોટ 30, ભાવનગર 28, આણંદ 27, ગાંધીનગર 17, પાટણ 15, ભરૂચ 21, પંચમહાલ 08, બનાસકાંઠા 08, નર્મદા 11, છોટાઉદેપુર 06, કચ્છ 04, મહેસાણા 04, બોટાદ 4 પોરબંદર 03, ગીર-સોમનાથ 02, દાહોદ 03, ખેડા 03, જામનગર 01, મોરબી 01, સાબરકાંઠા 01, સાબરકાંઠા 01, મહિસાગર 01, અરવલ્લી 01 કેસ છે.

Credit

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.